Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે ઉછળ્યા ૧પ થી ર૦ ફૂટ ઊંચા મોજા

ગોમતીઘાટ-દરિયામાં નહાવા પર પ્રતિબંધ

                                                                                                                                                                                                      

ઈનકોઈસ દ્વારા દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારા માટે ગત્ રાત્રિથી આજ મધરાત સુધી કરવામાં આવેલ હાઈવે એલર્ટ અનુસાર દેવભૂમિ દ્વારકા જિલલાના કાંઠાળા વિસ્તારોમાં વરસાદી ધાબડિયા વાતાવરણ સાથે દરિયાકિનારાઓ પર વિશાળકાય મોજાઓ ઉછળતા જોવા મળી રહ્યા છે. યાત્રાધામ દ્વારકામાં પણ ગોમતી ઘાટ, પંચકુઈ બીચ, સંગમનારાયણ બીચ, ગાયત્રી બીચ, લાઈટ હાઉસ, ભડકેશ્વર બીચ, રૂપેણ બંદર સહિતના કાંઠાળા વિસ્તારોમાં ૧પ થી ર૦ ફૂટ ઊંચા ઉછળતા મોજાઓ જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે યાત્રિકો સહિત લોકોને ગોમતી ઘાટ તેમજ સમુદ્રમાં નહાવા પર પ્રતિબંધ લગાવી દરિયાકાંઠાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh