Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખોડિયાર કોલોની પાસે આવેલી મિલકતનો મામલોઃ
જામનગર તા. ૩: જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર નજીક એક શોરૂમના ચાલી રહેલા બાંધકામ દરમિયાન તે જગ્યાના મૂળ માલિકના એક પુત્રએ અદાલતમાં તે મિલકતમાં ત્રીજો ભાગ હોવાનો દાવો કરી ત્રણ હંગામી મનાઈહુકમ મેળવવા અરજી કરી હતી. તે અરજીઓ અદાલતે રદ્દ કરી છે.
જામનગર શહેરના ખોડિયાર કોલોની રોડ પર આવેલા રિલાયન્સ પેટ્રોલપંપ સામે એક બાઈકના શોરૂમની બાજુમાં આવેલા બંગલા અંગે વિનોદ સુંદરદાસ બથીયાએ તેના નાનાભાઈ સંદીપ તથા બહેન સ્મીતા સામે આ મિલકતના ત્રીજા ભાગનો દાવો કર્યાે હતો. અગાઉ આ જગ્યા ગુજરનાર સુંદરદાસે વીલથી તેમના પત્ની હંસાબેનને આપી હતી અને હંસાબેને તે જગ્યા પુત્ર સંદીપ તથા પુત્રી સ્મિતાને બક્ષીસમાં આપી હતી. આ દાવા દરમિયાન મિલકતનંુ મિતેશ રાયઠઠ્ઠા વગેરે આસામીને વેચાણ કરવામાં આવ્યું હતું. જામ્યુકોની મંજૂરી મેળવ્યા પછી બંગલો પાડી ત્યાં શોરૂમનું બાંધકામ શરૂ કરાયું હતું. આ દાવામાં નવા ખરીદનારા સામે કાયદા મુજબના જરૂરી કથનો રેકર્ડ પર ન આવતા પ્રતિવાદીઓ દ્વારા હંગામી મનાઈહુકમની અરજીમાં તકરાર લેવામાં આવી હતી અને વાદી હંગામી મનાઈહુકમ મેળવી ન શકે તેમ જણાવાયું હતું. તે દલીલ ગ્રાહ્ય રાખી દીવાની અદાલતે વાદીની ત્રણ હંગામી મનાઈહુકમની અરજી રદ્દ કરી છે. પ્રતિવાદી તરફથી વકીલ બી.એન. શેઠ, નિશ શેઠ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial