Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ર્ષ૨૦૨૫-૨૬નો કુલ નફો રૂ।. ૨,૯૮,૬૫૪ નોંધાયોઃ
જામનગર તા. ૩: જામનગરની અગ્રણી કો.ઓ. બેંક ધી જામનગર પીપલ્સ કો.ઓપરેટીવ બેંકની ૪૩મી વાર્ષિક સાધારણ સભા બેંકના ચેરમેન દિપકભાઈ બદિયાણીના અધ્યક્ષસ્થાને ધીરૂભાઈ વાણિજ્ય ભોન, ચેમ્બર ઓફ કોમર્સમાં યોજાઈ હતી. આ સભામાં બેંકના ચેરમેને સૌનું સ્વાગત કરી બેંકની કામગીરીનો અહેવાલ પ્રસ્તુત કર્યો હતો. જેમાં ખર્ચ અને જોગવાઈ બાદ કરતા બેંકનો વર્ષ ૨૦૨૫-૨૬નો કુલ નફો રૂ।. ૨,૯૮, ૬૫૪.૨૧ થયેલ છે. વર્ષાન્તે બેંકનું કુલ ગ્રોસ એનપીએ રૂ।. ૧૫.૫ લાખ રહેલ છે. જે કુલ ધિરાણના ૦.૨૭ ટકા છે. જેના સામે બેંકે કરેલ શકમંદ નાણાની જોગવાઈ રૂ।. ૩૬.૭૦ લાખ છે. આમ, બેંકનું નેટ એનપીએ "ઝીરો" ટકા રહેલ છે.
બેંક દ્વારા પોતાના ગ્રાહકોને આરટીજીએસ, નેફટ, ઈ-ટેકસ પેમેન્ટ, એસએમએસ એલર્ટ, ઈ-મેઈલ, ક્યૂઆર કોડ, એટીએમ, ડેબિટકાર્ડ જેવી અદ્યતન સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. બેંક દ્વારા તેમના સભાસદો અને ગ્રાહકોને ઉપરોક્ત સુવિધાનો વધુમાં વધુ લાભ લેવા વિનંતી કરવામાં આવી છે. બેંકનો સીઆરએઆર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડ લાઈન્સ મુજબ મુજબ ઓછામાં ઓછો ૯ ટકા જાળવવાનો હોય છે, જે તા. ૩૧-૩-૨૬ના બેંક દ્વારા ૨૦.૬૮ ટકા જાળવવામાં આવેલ છે. વિવિધ પ્રકારની થાપણ માટેની યોજનાઓ જેવી કે, દૈનિક બચત યોજના, ઝીરો બેલેન્સથી બુનિયાદી બચત ખાતા, બાંધી મુદતના ખાતાઓ વગેરે તેમજ વિવિધ ધિરાણની સવલતો ગ્રાહકોને વ્યાજબી દરે પૂરી પાડવામાં આવે છે. નાના તથા નબળા વર્ગના વેપારી ભાઈઓને તેમના ધંધાર્થે રૂ।. ૫૦,૦૦૦ સુધીનું ધિરાણ કોઈપણ જાતની સિક્યોરિટી વગર બે સભાસદના જામીન લઈને આપવામાં આવે છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તથા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં સારો એવો પ્રતિસાદ મળેલ છે તથા આ વીમાઓ નિયમિત રીતે શૂન્ય થાય છે. બેંકે ઓડિટ વર્ગ 'અ' જાળવી રાખેલ છે. બેંકના થાપણદારોની રૂ।. ૫.૦૦ લાખ સુધીથી થાપણો વીમાથી સુરક્ષિત છે, જેનું પ્રીમિયમ તા. ૩૦-૯-૨૬ સુધીનું ભરેલ છે.
બેંકના ચેરમેન દિપકભાઈ કે બદિયાણીએ ખાસ જણાવેલ કે, અમારી બેંકનું પરમ લક્ષ્ય ગ્રાહક સેવા છે. બેંકની ૪૩મી વાર્ષિક સાધારણ સભાના પ્રસંગે તેમણે ટૂંક સમયમાં બેંક દ્વારા યુપીઆઈ અને આઈએમ પીએસ સગવડો વધારવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત સભાસદના બાળકોને પ્રોત્સાહક ઈનામ વગેરેની જાણકારી આપી હતી.
બેંકના વાઈસ ચેરમેન હર્ષવદનભાઈ કોઠારીએ સભાસદો, બોર્ડ ઓફ ડાયરેકટર્સના સભ્યો, બેંકના અધિકારીગણો, સ્ટાફ પ્રત્યે આભાર વ્યક્ત કરેલ તેમજ બેંકના રોજિંદા વહીવટમાં મદદરૂપ થનાર એચડીએફસી બેંક, જીએસસી બેંક, આઈડીબીઆઈ બેંક, એનપીસીઆઈ, એનએસીએચ તેમજ ગુજરાત અર્બન કો.ઓપ. બેંક્સ ફેડરેશન, સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન કો.ઓપ. બેંક્સ ફેડરેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. વાર્ષિક સાધારણ સભાનું સફળ સંચાલન બેંકના મુખ્ય કાર્યકારી અધિકારી બિમલકુમાર પટેલએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial