Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યસભાના સાંસદ તથા પૂર્વ રાજ્યમંત્રીની ઉપસ્થિતિઃ
ભાણવડ તા. ૩: ભાણવડની પુરૂષાર્થ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગગુરૂ સમણશ્રુત પ્રભુજીની નિશ્રામાં શહેરના અગ્રણીઓ, શાળાના છાત્રો, વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે યોગના આસનો કરવામાં આવ્યા હતાં.
આ સાથે સ્વ. હરદાસભાઈ બેરા ટ્રસ્ટ દ્વારા છાત્રોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ર૧ કિ.મી.ની સાયકલ યાત્રા યોજવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ જિતેન્દ્રભાઈ કણઝારિયા, પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરા, મામલતદાર વિક્રમભાઈ વરૂ, સંસ્થાના પ્રમુખ ભીમશીભાઈ કરમુર, ટીડીઓ પ્રવિણાબેન પીઠિયા, તા.પં. પ્રમુખ પ્રિતેશભાઈ ડાંગર, ન.પા. પ્રમુખ પ્રિયેશભાઈ ઉનડકટ, પીએસઆઈ, આરએફઓ, એમ.વી. ઘેલાણી, શાળાના વિદ્યાર્થીઓ, આચાર્ય, શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમ પછી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સંચાલન ટ્રસ્ટના પ્રમુખ ભીમશીભાઈ કરમૂરે કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial