Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરેડમાંથી ચાર પત્તાપ્રેમીની ધરપકડઃ
જામનગર તા. ૩: જામનગરના કિસાનચોક વિસ્તારમાં દ્વારકાપુરી મંદિર પાસેથી ગઈકાલે બપોરે પાંચ શખ્સ ઘોડીપાસા વડે જુગાર રમતા મળી આવ્યા છે. દરેડમાંથી ચાર પરપ્રાંતીય શખ્સ તીનપત્તી રમતા ઝડપાયા છે. બંને સ્થળેથી કુલ રૂ।.દોઢેક લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જામનગરના ખંભાળિયા નાકા વિસ્તાર બહાર આવેલા કિસાન ચોક નજીક દ્વારકાપુરી મંદિર પાસે ગઈકાલે બપોરે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા કલ્પેશ બાલમુકુંદભાઈ પંડયા, સચિન અમૃતલાલ લખીયર, રવજી નારણભાઈ વાઘોરા, રાજેશ કરમશીભાઈ આકેડા, નિલેશ ચંદુલાલ સોનપાલ નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. રૂ।.૧૦૮૦૦ રોકડા કબજે કરી પોલીસે જુગારધારાની કલમ ૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગર નજીકના દરેડ ગામમાં ગઈરાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તી રમતા આઝાદહુસેન મોન્ટુરાય, મહંમદશકીલ સઈદ શેખ, અલઅખ્તર અનવારૂલહક્ક શેખ, દીપક રાજકુમાર રાય નામના ચાર શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।.૧૦૪૦૦ રોકડા, ચાર મોબાઈલ, ત્રણ બાઈક મળી કુલ રૂ।.૧,૩૩,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial