Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના ભાટીયામાં જનકલ્યાણ શિબિર

૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના  કલ્યાણપુર તાલુકાના ભાટીયામાં ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના, જન કલ્યાણના અને વિકસિત ભારત સંકલ્પ-૨૦૨૭ની ઉજવણીરૂપે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓના લાભાર્થીઓને મહાનુભવોને હસ્તે લાભ વિતરણ કરાયા હતા. ઉપરાંત, કાર્યક્રમમાં મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં લાભાર્થીઓને વ્હાલી દીકરી યોજના, લખપતિ દીદી યોજના, નમોશ્રી યોજના, પીએમજેએવાય યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગો માટેની આર્થિક સહાય યોજના, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, આધાર કાર્ડ સેવા સહિત અન્ય વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો તથા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત નાગરિકોએ રાજ્ય અને કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

આ શિબિરમાં તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પરમાર સહિત પદાધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh