Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂગર્ભ ગટરની કામગીરી અન્વયે વોર્ડ નં. ૧૬માં
જામનગર તા. ૩: મહાનગર પાલિકાની હદમાં વોર્ડ નં. ૧૬, સમાણા રોડ પર ક્રિષ્ના પાર્કથી વિ.ડી.બી. પાર્ટી પ્લોટ સુધી ભૂગર્ભ ગટરની પાઈપ લાઈન નાખવાની કામગીરીના અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા. ૬-૭-૨૦૨૬થી તા. ૩૧-૦૭-૨૦૨૬ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવી છે. જે કોઈ વ્યકિત આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ કલમ-૩૯૨ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.
વૈકલ્પિક વ્યવસ્થાઃ
વોર્ડ નં. ૧૬, સમાણા રોડ પર ક્રિષ્ના પાર્કથી વિ.ડી.બી. પાર્ટી પ્લોટ તરફ જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે સમાણા રોડ પર આવેલ જે.જે. જશોદાનાથ સોસાયટી થઈ જે.જે. જશોદાનાથ-૨ થઈ સમાણા રોડ સુધી જવાનો રોડ ચાલુ રહેશે. તેમ મ્યુનિ. કમિશનરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial