Advertisement
Author: નોબત સમાચાર

નેતાઓ અમને સલાહ આપવાનું બંધ કરેઃ નીતિન પટેલની સટાસટી

જેના ઘરમાં બૈરૂ પાણી પણ ન પીવડાવે તેવા

મહેસાણા તા. ર૭: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શીખામણ આપતા નેતાઓને જાહેર મંચ પરથી ટોણો મારતા સમગ્ર રાજ્યનું તેના તરફ એક વખત ફરીથી ધ્યાન ખેંચાયું છે.

લોકસભા ર૦ર૪ ની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય માહોલ ગરમ થઈ રહ્યો છે. રાજકીય પક્ષો એક પછી એક યાદી બહાર પાડી રહ્યા છે ત્યારે આંતરિક અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે નીતિન પટેલ ફરી એક વખત જાહેર મંચ પરથી શીખામણ આપનારા નેતાઓને ટોણો માર્યો હતો.

સામાન્ય રીતે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને જાહેર મંચ પરથી એકદમ બિન્દાસ્ત થઈને વિરોધીઓને મૂંહતોડ જવાબ આપતા ઘણી વખત આપણે જોયા છે. ત્યારે ફરી એકવાર નીતિન પટેલે જાહેર મંચ પરથી શીખામણ આપનારાઓને ટોણો માર્યો હતો. તેમણે મંચ પરથી સલાહ આપતા નેતાઓને કહ્યું હતું કે, જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે ગમે તે મને સલાહ આપતા. તેમણે સલાહ આપનારને આડે હાથ લઈને કહ્યું કે, 'જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે.' આવા નેતાઓએ સલાહ આપવાનું બંધ કરી દેવું જોઈએ.

ઉલ્લેખનિય છે કે, નીતિન પટેલે અગાઉ પણ શીખામણ અને ચમચાગીરી કરતા નેતાઓને આડેહાથ લઈને કહ્યું હતું કે, ક્યો કાર્યકર ચાલે અને ક્યો ન ચાલે એની મને જેટલી ખબર છે તેટલી કોઈને ખબર નહીં હોય. ચમચાગીરી વગર તટસ્થતાથી કામ કરવાનું છે. તેમણે કહ્યું હતું કે, 'ઘરનો શીરો ખીચડી જેવો લાગે, પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે.' મહેસાણામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉમિયા દિવ્ય રથ પરિભ્રમણ કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે શીખામણ આપતા નેતાઓને ટોણો મારીને માર્મિક ટકોર કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉમટ્યા હતાં. આ પ્રકારની ટકોર પછી એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે 'આ કહીં પે નિગાહે, કહીં પે નિશાના' તમે નથીને?

નોંધનીય છે કે નીતિન પટેલે અગાઉ પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને પોતાની લોકસભાના ઉમેદવારી પરત ખેંચીને લોકસભા ચૂંટણી લડવાની ના પાડી હતી. તેમણે લખ્યું હતું કે 'ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી હું પરત ખેંચુ છું અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારતમાતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાથના કરૂ છું.' ગુજરાતમાં લોકસભા ર૦ર૪ ની ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં સાતમી મે એ તમામ બેઠકો પર મતદાન થવાનું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh