Advertisement
Author: નોબત સમાચાર

મહારાષ્ટ્રમાં યુબીટીએ જાહેર કરી લોકસભાની ૧૬ બેઠક માટે ઉમેદવારોની યાદીઃ સંગ્રામ શરૂ

ઉદ્ધવ ઠાકરેની શિવસેના ઈન્ડિયા ગઠબંધન અને અઘાડીમાં છે

મુંબઈ તા. ર૭: મહારાષ્ટ્રમાં ઉદ્ધવની શિવસેનાએ લોકસભા માટે કમર કસી છે અને ૧૬ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરતા મહારાષ્ટ્રમાં ખરાખરીનો ચૂંટણી જંગ શરૂ થઈ ગયો છે.

લોકસભા ર૦ર૪ ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. અગાઉ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ ઉમેદવારોની છ યાદી બહાર પાડી હતી. ત્યારે હવે શિવસેના (યુબીટી) એ પણ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના મહારાષ્ટ્ર અઘાડી અને ઈન્ડિયા ગઠબંધનમાં હોવાથી હવે ખરો ચૂંટણી સંગ્રામ શરૂ થશે.

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (યુબીટી) એ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૧૬ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ખુદ સંજય રાઉતે ટ્વિટ કરીને આ યાદી વિશે માહિતી આપી હતી. ઉદ્ધવની શિવસેનાએ આ યાદીમાં કોંગ્રેસની મનપસંદ સાંગલી બેઠક પરથી પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. સાંગલીની આ બેઠક પરથી ચંદ્રહર પાટીલને ટિકિટ આપી છે.

કોંગ્રેસ નેતા સંજય નિરૂપમ જ્યાંથી ટિકિટ માંગી રહ્યા હતાં ત્યાંથી શિવસેનાએ અમોલ કાર્તિકરને ટિકિટ આપી છે. શિવસેનાએ બુલઢાણાથી નરેન્દ્ર ખેડકર, દક્ષિણ મુંબઈથી અરવિંદ સાવંત, પરભણી લોકસભા બેઠક પરથી સંજય જાધવ, યવતમાલ વાશિમથી સંજય દેશમુખ, સાંગલીથી ચંદ્રહર પાટીલ અને હિંગોલી બેઠક પરથી નાગેશ પાટીલને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત સંભાજીનગરથી ચંદ્રકાંત ખૈરે, ધારશિવ બેઠક પરથી ઓમરાજ નિમ્બાલકર, શિરડીથી ભાઈસાહેબ વાધચૌરે, નાશિકથી રાજાભાઈ વાજે, રાયગઢથી અનંત ગીતે, સિંધુદુર્ગ રત્નાગિરીથી વિનાયક રાઉ અને થાણેથી રાજન વિચારેને ટિકિટ મળી છે, જ્યારે મુંબઈ પૂર્વથી સંજય દિના પાટીલ અને પશ્ચિમ મુંબઈથી અમોલ કાર્તિકર પક્ષના ઉમેદવાર હશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh