Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આંતર કોલેજ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારનું સન્માનઃ
જામનગર તા. ર૭: શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગરમાં ડીન ડો. નંદની દેસાઈ તથા ફેકલ્ટી ડીન ડો. વિજય પોપટના માર્ગદર્શન હેઠળ 'સ્પોર્ટસ ફેલીસીટેશન ફીએસ્ટા ર૦ર૪' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનવામાં આવ્યા હતાં.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ સ્પર્ધામાં શ્રી એમ.પી. શાહ મેડિકલ કોલેજ દ્વારા ૧૦ જેટલી વિવિધ ખેલ સ્પર્ધાઓમાં અંદાજે ૬૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ કે સુવર્ણ તથા પાંચ કાંસ્ય પદક મેળવેલ તથા ૭ વિદ્યાર્થીઓ આંતર યુનિવર્સિટી (નેશનલ) માટે પસંદ થઈ રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ. જે બદલ આ સૌ વિદ્યાર્થીઓનું સર્ટીફિકેટ તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓમાં રમતગમતનું મહત્ત્વ વધે તથા તેઓનું શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય સુધરે તેવા પ્રયાસો સાથે આગળ વધવા ડીનશ્રી તથા ફેકલ્ટી ડીનશ્રી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું તથા સાંસદશ્રી પૂનમબેન માડમે પણ શુભેચ્છા સંદેશ મારફત વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં. આ પ્રસંગે કરશન ઘાવરી, અરવિંદ પુજારા, એસીપી કેતન પારેખ જયપાલસિંહ જાડેજા, નરેન્દ્ર રાયઠઠ્ઠા, સહદેવસિંહ ચુડાસમા, ચંદ્રશેખર બક્ષી, ચંદુભાઈ વાઘેલા, જય શુક્લા, નરેન્દ્ર, ભૂપેન્દ્ર બકરાણિયા વગેરેની હાજરીમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial