Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કલેક્ટરનો અભિવાદન સમારોહ

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કાર્યક્રમ યોજાયોઃ

જામનગર તા. ૨૭: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા જામનગર જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાનું અભિવાદન કરવાનો સમારોહ ચેમ્બરના ધીરૂભાઈ અંબાણી વાણિજ્ય ભવનમાં યોજાયો હતો.

ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કરી ચેમ્બરની પ્રવૃત્તિઓ ટૂંકમાં રજૂ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ જામનગર તથા આસપાસના વિસ્તારોના વેપારીઓ અને ઉદ્યોગકારોને નવા જીએસટી નંબર લેવા બાયોમેટ્રીક્સ માટે જૂનાગઢ જવું પડે છે તેથી જામનગરમાં જીએસટી સુવિધા કેન્દ્ર માટે જગ્યા ફાળવવા તેમણે અનુરોધ કર્યો હતો.

જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાનું સ્વાગત ચેમ્બરના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ રમણિકભાઈ પી. અકબરી, માનદ્ સહમંત્રી કૃણાલભાઈ વી. શેઠ, માનદ્ ખજાનચી અજેશભાઈ પટેલ, માનદ્ સંપાદક સુધીરભાઈ વછરાજાની, તત્કાલિન પ્રમુખ તુલસીભાઈ વી. ગજેરા, પૂર્વ પ્રમુખો લાખાભાઈ કેશવાલા, જીતેન્દ્ર એચ. લાલ, તેમજ ચેમ્બર સંલગ્ન એસોસિએશનના ધી. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના ખજાનચી ભાઈલાલભાઈ ગોધાણી, ધી સિડ્ઝ એન્ડ ગ્રેઈન મર્ચન્ટ એસો.ના માનદ્ મંત્રી લક્ષ્મીદાસભાઈ રાયઠઠ્ઠા, જામનગર સહકારી ઉદ્યોગનગર સંઘ લિ.ના ચેરમેન ધીરૂભાઈ આર. કારિયા, જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના ખજાનચી દિનેશભાઈ નારિયા, જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસોસિએશનના રામજીભાઈ ગઢિયા, એક્ઝીમ મેટલ મરચન્ટ એસો. જામનગરના ખજાનચી સુરેશભાઈ હિરપરા, જામનગર હાર્ડવેર મેન્યુફેક્ચર્સ એસો.ના ઉપપ્રમુખ મનસુખભાઈ સાવલા, ધી કોમર્શિયલ ટેક્સ પ્રેક્ટીસનર્સ એસો.ના ઉપપ્રમુખ જયેશભાઈ કાનાણી, જામનગર મોટર મર્ચન્ટ એસો.ના પ્રમુખ રાજેશભાઈ શાહ, જામનગર ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ એન્ડ કમિશન એજન્ટ એસો.ના પ્રમુખ મહાદેવસિંહભાઈ રાણા, ધી જામનગર ટેક્સ બાર એસો.ના પ્રમુખ અસગરઅલી કોઈચા, જામનગર શેર હોલ્ડર્સ એસો.ના પ્રમુખ મુગટલાલ શાહ, જામનગર ટેક્સ કન્સલટન્ટ્સ એસો.ના પ્રમુખ ભાવિકભાઈ ધોળકિયા, જામનગર એફએમસીજી ડિસ્ટ્રિબ્યુટર એસો.ના પ્રમુખ વ્યોમેશભાઈ લાલ દ્વારા કરવામાં આવ્યું હતું. કલેક્ટર બી.કે. પંડ્યાનો પરિચય સંસ્થાના માનદ્ ખજાનચી અજેશભાઈ પટેલે આપ્યો હતો.

આ તકે જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાએ તેમનો પ્રતિભાવ આપતા જણાવેલ કે આજની આ બેઠકના માધ્યમથી આપ સૌને મળવાનું થયું અને એકબીજાનો પરિચય થયો. આમ તો હું રાજકોટ શહેરનો વતની છું, પરંતુ જામનગર આવવાનું ઓછું રહેતુ, પરંતુ જામનગર આવ્યા પછી ખ્યાલ આવેલ કે જામનગર જિલ્લો ખૂબ જ ઝડપી વિકાસ કરી રહ્યો છે. ઔદ્યોગિક વિકાસ તથા વસતિ વધારાથી આંતર માળખાકીય સુવિધા પણ વધારવી પડે. દરેક શહેરના વિકાસ માટે પાયાની જરૂરિયાતો જેવી કે લાઈટ, પાણી, રોડ, રસ્તા તથા રિંગ રોડની ખાસ જરૂરિયાત હોય છે. આ તકે તેમણે જીએસટી સુવિધા કેન્દ્ર માટે જગ્યા ફાળવવા પ્રયત્નશીલ રહેવા ખાત્રી આપી હતી. તેમજ શહેરના વિકાસના કોઈપણ પ્રશ્ન માટે રૂબરૂ મળવા જણાવેલ હતું. આ તકે તેમણે તેમના સન્માન બદલ ચેમ્બરનો આભાર વ્યક્ત કરેલ હતો. ચેમ્બરના પ્રમુખના હસ્તે કલેક્ટર બી.કે. પંડ્યાને સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના માનદ્ સહમંત્રી કૃણાલભાઈ વી. શેઠે કર્યું હતું. કાર્યક્રમના અંતે આભરદર્શન ચેમ્બરના ઉપપ્રમુખ રમણિકભાઈ અકબરીએ કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh