Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાની નગરપાલિકાઓ પણ વેરાવસૂલાતમાં આગળઃ
ખંભાળિયા તા. ર૭: ખંભાળિયા પાલિકા તંત્ર અને શાસકોની આળસના કારણે નગરપાલિકાની કરવેરાની આવક ઘણી ઓછી છે અને ખર્ચા વધુ હોવાથી અવનવા કટાક્ષો થઈ રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા શહેરની નગરપાલિકાની કરવેરા વધારવાની વર્ષોની આળસે એવી સ્થિતિ ઊભી કરી છે કે, ખર્ચમાં આગળ અને કરવેરાની આવકમાં પાછળના નંબરોમાં આગળ ખંભાળિયા નગરપાલિકા રેકોર્ડરૂપ થવા લાગી છે.
અવારનવાર ઉપરથી કરવેરા વધારવા સૂચના ઠપકા અપાય છે. અવારનવાર કરવેરા વધારવાના 'પ્લાન' પણ તૈયાર થાય છે પણ વધતા નથી તે એટલે સુધી કે અનેક કરવેરામાં ખંભાળિયા નગરપાલિકા કરતા નાનકડી રાવલ, ભાણવડ, સલાયા નગરપાલિકા પણ આગળ છે તથા કરવેરા વધારવા તથા વસૂલાતમાં રાજ્ય સરકારની પ્રોત્સાહક ગ્રાન્ટ મળવી જોઈએ તે પણ મળતી નથી.
પાલિકા દ્વારા જરૂરતની સેવામાં ઓછા દર હોય પણ વર્ષોથી દર ન વધતા સ્થિતિ કેવી છે તેનું ઉદાહરણ ર૦ર૪/રપ ના પાલિકાના અંદાજપત્રના આંકડા જોવા જેવા છે. વર્ષ દરમિયાન સફાઈ વેરાની આવક અંદાજીત ૧૪.૧૧ લાખ ખાસ સફાઈ વેરો બે લાખ ગટર-ભૂર્ગભ જાળવણી આવક પાંચ લાખ આમ ર૧.૧૧ લાખની અંદાજીત આવક સામે જાવક જોવા જેવી અંદાજીત છે. રોજમદાર સફાઈ કામદારોને ર.પપ કરોડ રૂપિયા વાર્ષિક પગાર ચૂકવાય છે તથા સફાઈના મલી મજૂરોને ૧.રપ કરોડ રૂપિયા ચૂકવાય છે તથા ડોર ટુ ડોર સફાઈના કોન્ટ્રાક્ટરને ૧.૪૦ કરોડ વર્ષે ચૂકવાઈ છે. આનો ખર્ચ જ પાંચ કરોડ ઉપર થયો. રર લાખની આવક પાંચ કરોડ ખર્ચ. સફાઈના સાધનો, જરૂરી પદાર્થોનો, ડીઝલના વાહનોનો ખર્ચ આમા નથી તેનો ઉમેરો થાય તો વાર્ષિક ખર્ચ છ કરોડે પહોંચે.
હાલ કરવેરા વ્યવસ્થા મિલકતના ક્ષેત્રફળ પર આધારીત છે. જે અત્યંત ઓછી છે. અગાઉ જે તે ચીફ ઓફિસરે એ વધારાવા પ્રયાસો કર્યા હતાં પણ નિષ્ફળ રહ્યા હતાં.
ર૦ર૪/રપ ના ખંભાળિયા પાલિકાના અંદાજપત્રમાં વોટર વર્કસની સ્થિતિ પણ તેવી જ છે. વોટર વર્કસ ચાર્જ હાલ મીનીમમ માત્ર ૬૦૦ રૂપિયા જ છે. એકાંતરા પાણી વિતરણ થાય છે, એટલે કે તમારા ઘરે એક નળ દ્વારા પાલિકા વર્ષે ૧૮ર દિવસ પાણી આપે તનો ચાર્જ ૬૦૦ રૂપિયા થાય એટલે કે રોજના પાંચ રૂપિયા પણ નહીં. વોટર વર્કસની આવક પાણી કનેક્શન સામેની ૬૦.૩પ લાખ, ૬.પ૦ લાખ કનેક્શન ચાર્જ વિગેરેની જે કુલ ૬૭ લાખ જેટલી વાર્ષિક થાય છે. તેની સામે જાવક જોવા વોટર વર્કસમાં ઈલેક્ટ્રીક ખર્ચ રૂ. ૭પ લાખ વાર્ષીક થાય છે. પગાર તથા જાળવણીમાં રૂ. ૭પ લાખ, ફૂલવાડી વોટર વર્કસ જાળવણી રપ લાખ, ઘી ડેમમાંથી પાણી તથા નર્મદાના પાણીનો ચાર્જ રૂ. બે કરોડ ગણતા વાર્ષિક જાવક રૂ. ૩.૭પ કરોડ છે જેની સામે આવક ૬૭ લાખની છે.
કરવેરા ખંભાળિયા પાલિકાના રાજ્યમાં સૌથી ઓછાની સ્થિતિની પાલિકાઓ વિકાસની ગ્રાન્ટો મેળવવામાં પણ પાલિક 'પાછળ' જ રહે છે. કરવેરા વધારવાથી નાગરિકો નારાજ થાય પણ વાજબી વધારો તો હોવો જોઈએ ને? તેમાં પણ કોણ ડરે છે? તે ચર્ચાનો પ્રશ્ન છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial