Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગત્ ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો મળી હતીઃ
જામનગર/અમદાવાદ તા. ર૭: ભારતીય જનતા પક્ષના સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ર૬ સાંસદોને છેલ્લા પાંચ વર્ષમાં ફાળવેલું ૧૭ કરોડ રૂપિયાનું ફંડ કેટલું વપરાયું અને કેટલું બેલેન્સ રહ્યું તેના સરવૈય સાથે પ્રેસ-મીડિયામાં રસપ્રદ ચર્ચાઓ થઈ રહી છે.
સંસદસભ્યો પોતાના વિસ્તારમાં પોતાના તરફથી કેટલાક જનજરૂરિયાતના વિકાસ કાર્યો સૂચવી શકે,તે માટે કેન્દ્ર સરકાર તરફથી દરેક સંસદસભ્યને રૂ. પાંચ કરોડની આર્થિક ગ્રાન્ટ ફાળવે છે, જેને એમ.પી. ફંડ તરીકે ઓળખવામાં આવે છે.
સાંસદોને દર વર્ષે પાંચ કરોડ લેખે રૂ. પચીસ કરોડ પાંચ વર્ષમાં મળવાપાત્ર થાય, પરંતુ કોરોના કાળના દોઢ વર્ષ દરમિયાન આ ફંડ ફાળવાયું નહીં હોવાથી સાંસદોનો પાંચ વર્ષ દરમિયાન મતવિસ્તાર દીઠ ૧૭ કરોડનું એમ.પી. ફંડ મળ્યું હતું.
આમ ર૬ સાંસદોને ગત્ પાંચ વર્ષ દરમિયાન કુલ રૂ. ૪૪ર કરોડ રૂપિયાનું એમ.પી. ફંડ મળ્યું હતું, પરંતુ પાંચ વર્ષ દરમિયાન કુલ રર૦ કરોડ જ વાપરી શકાયા હોવાથી એમ.પી. ફંડ વાપરવામાં પ૦ ટકાથી પણ ઓછી સિદ્ધિ હાંસલ થઈ છે. ગુજરાતના તમામ સંસદસભ્યો ભાજપના જ છે અને કેન્દ્ર તથા રાજ્યમાં ભાજપનું જ શાસન છે, ત્યારે 'ડબલ એન્જિન'ની સરકાર હોવા છતાં આવું કેમ થયું તેવા સવાલો ઊઠી રહ્યા છે.
અહેવાલો મુજબ એમ.પી. ફંડમાંથી સંસદસભ્યોએ કુલ ૩પપ કરોડ રૂપિયાના વિકાસકામોની ભલામણો કરી હતી, જે પૈકી ર૭૦ કરોડ રૂપિયા જેટલા કામો મંજુર થયા હતાં અને ર૩૦ કરોડ રૂપિયાની આજુબાજુ ખર્ચ થયો હતો, અને રૂ. રર૦ કરોડનું ફંડ રિલિઝ કરાયું હતું, જે કુલ ૪૪ર કરોડ રૂપિયાના અડધાથી પણ ઓછું છે, જે આંકડો પકડીને વિવેચકો સરવૈયું કાઢી રહ્યા છે, અને વિપક્ષો ટીકા-ટિપ્પણીઓ કરી રહ્યા છે.
તમામ ર૬ સાંસદોએ સૂચવેલા કામો અને તેમાં થયેલા ખર્ચ તથા ફાળવાયેલા ફંડના આંકડાઓનું સરવૈયુ કાઢતા તમામ ર૬ સાંસદો વચ્ચે કુલ ૩૧ કરોડ રૂપિયા જેટલું જ બેલેન્સ જણાયું છે. આમ સાંસદોએ સૂચવેલા કામો, મળેલી મંજુરી અને રહેલા બેલેન્સના કારણો સહિતની ચર્ચા સાથે સવાલ ઊઠી રહ્યા છે કે આ માટે જવાબદાર કોણ? સાંસદો, તંત્રો કે ડબલ એન્જિનની સરકાર?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial