Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુરક્ષા એજન્સીઓની સેવા પણ ખોરવાઈઃ
ઓખા તા. ૨૭: ઓખા ૫ાસે ભારત સંચાર લિમિટેડના ફાયબર કેબલ કપાઈ જવાના અવારનવાર બનાવ બનતા રહ્યા છે તે દરમિયાન રવિવારની રાત્રે વધુ એક વખત કેબલ કપાતા નેવી, કોસ્ટગાર્ડ, બીએસએફની સેવા પણ ખોરવાઈ જતાં દોડધામ મચી હતી. આ કેબલ ખાનગી કેબલ ઓપરેટર દ્વારા કાપવામાં આવતો હોવાની આશંકા સેવી બીએસએનએલ દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા પાસે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ની ફાયબર કેબલ લાઈનમાં થોડા સમયથી કોઈ વ્યક્તિઓ કાપકુપ કરી સર્વિસમાં વિક્ષેપ ઉભો કરતા હોવાની અવારનવાર રજૂઆત બીએસએનએલના તંત્ર પાસે આવતી રહી હતી. તે દરમિયાન ગયા રવિવારે રાત્રે ફરીથી ફાયબર કેબલ કપાઈ જતાં બીએસએનએલની ડિફેન્સમાં અપાતી સર્વિસ સહિતની સેવા બંધ થઈ હતી.
આ બાબતની જાણકારી બીએસએનએલને આપવામાં આવતા તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા જેમાં ઈન્ડિયન નેવી, કોસ્ટગાર્ડ, બીએસએફ સહિતની સેનાની પાંખોની બીએસએનએલ સેવા પણ રોકાઈ ગઈ હોવાનું ખૂલ્યું હતું. તેથી સેવા પૂર્વવત કરવા માટે બીએસએનએલ વિભાગ દ્વારા દોડધામ શરૂ કરાઈ હતી.
તે દરમિયાન ઓખાના એક શખ્સ દ્વારા ફાયબર કેબલમાં ચેડા કરાતા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ખાનગી કેબલ ઓપરેટર તરીકે કામ કરતા આ શખ્સ દ્વારા કેબલ કાપી નાખવામાં આવ્યો હોવાની આશંકા સેવી સરકારની સંપત્તિને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડવા ઉપરાંત ડિફેન્સ સેવાને પણ અસર થાય તે પ્રકારનું કૃત્ય કરનાર આ શખ્સ સામે બીએસએનએલના એન્જિનિયર જી.કે. મીણાએ પોલીસને અરજી પાઠવી છે. મીઠાપુર પોલીસે અરજી પરથી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial