Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં શિક્ષણ ગોષ્ઠી-ચિંતન શિબિર

તાલુકાની સીઆરસી કલસ્ટરની શાળાઓ માટે

ખંભાળિયા તા. ૨૭: ખંભાળિયા તાલુકાની સીઆરસી કલસ્ટરની તમામ શાળાઓ માટે 'શિક્ષણ ગોષ્ઠી-એક ચિંત શિબિર' યોજાઈ હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની સીઆરસી કલસ્ટરની તમામ શાળાઓ માટે એક 'શિક્ષણ ગોષ્ઠી એક ચિંતન શિબિર'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સલાયા કન્યા શાળા, તાલુકા શાળા, બંદર રોડ તા.શા., વાઘેરવાસ તા.શા., સલાયા વાડી શાળા, પરોડિયા પ્રા.શા., પરોડિયા વા.શા., સોડસલા પ્રા.શા., તેમજ વાડી શાળા એમ સીઆરસી કલસ્ટરની તમામ શાળાઓના આચાર્યો, વિદ્યાસહાયક શિક્ષકો, નિમ્ન તેમજ ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો તેમજ જ્ઞાન સહાયક શિક્ષકો મળી અંદાજે ૧૩પ થી વધુ શિક્ષકો સાથે સીઆરસી કોડીનેટર સલાયા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

'શિક્ષણ ગોષ્ઠી એક ચિંતન શિબિર'માં સીઓઈ શાળાના આચાર્યો તેમજ પીએમ શાળાના આચાર્યોને બિરદાવવામાં આવ્યા હતાં. વધુમાં સીઆરસી કોર્ડિનેટર સલાયા તેમજ તમામ આચાર્યો દ્વારા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને દેવભૂમિ દ્વારકાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટને મોમેન્ટો આપી આવકારવામાં આવ્યા હતાં.

આ ચિંતન શિબિરમાં સલાયાના વિસ્તારમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રત્યે અભિમુખ વધે તેમજ શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનનો લાભ ૧૦૦ ટકા બાળકો સુધી પહોંચે સાથોસાથ તમામ બાળકોને શિષ્યવૃત્તિ તેમજ ગણવેશ મળી રહે તે માટે તમામ બાળકોની ડિજિટલ ગુજરાત પોર્ટલ પર એપ્લિકેશન બાકી હોય તે પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી.

વધુમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ દ્વારા તમામ શાળાઓ દ્વારા વિજ્ઞાન દિવસ પ્રિ-વોકેશનલ ટ્રેનિંગ અંતર્ગત વિવિધ કચેરીઓ, ગૃહ ઉદ્યોગોની મુલાકાત કરવા તેમજ પ્રત્યક્ષ શિક્ષણ આપવા પ્રેરવામાં આવ્યા હતાં. આજના ડિજિટલ યુગમાં બાળક માટે આપવામાં આવેલ સ્માર્ટક્લાસનો ઉપયોગ કરવા તેમજ એનસીઈઆરટી સિલેબસ આધારિત શિક્ષણ આપવા શક્ય તમામ પ્રયત્નો કરવા સૂચના આપવામાં આવી હતી.

આ શિબિરમાં ઉપસ્થિત તમામ શિક્ષકોનું શાબ્દિક સ્વાગત નૈમિષભાઈ ગણાત્રાએ કર્યું હતું, જ્યારે પ્રાસંગિક ઉદ્બોધન રાણસીભાઈ ગઢવી, સુરેશભાઈ દેસાણી, કિશોરભાઈએ કર્યું હતું, જ્યારે પોતાની આગવી શૈલીમાં શિક્ષણ પ્રત્યે કટીબદ્ધતા દર્શાવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ તેમજ સીઆરસી હાર્દિક પંડ્યાએ ઉદ્બોધન કર્યું હતું, જ્યારે આભારવિધિ આચાર્ય પૂંજાભાઈએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીઆરસી હાર્દિક પંડ્યાએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા મટે સલાયાની તમામ શાળાઓના આચાર્યો તેમજ શિક્ષકોએ ભારે જહેમત ઊઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh