Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલમાં મહિલા પર બે શખ્સનો બેટથી હુમલોઃ
જામનગર તા. ૨૭: ધ્રોલમાં શનિવારની રાત્રે એક મહિલા પર બે શખ્સે બેટ વડે હુમલો કરી માર માર્યાે હતો. જ્યારે ધૂળેટીના દિવસે જામજોધપુરમાં ઠંડા પીણાની બોટલમાંથી પ્રવાહી ઉડાડવાની ના પાડતા તેનો ખાર રાખી છ શખ્સે ત્રણ યુવાનને લાકડી, ઢીકાપાટુથી માર માર્યાે હતો.
ધ્રોલમાં ગોકુલ સોસાયટી ૪માં રહેતા ગુલાબબેન અશ્વિનભાઈ કલોલા નામના મહિલા રવિવારની રાત્રે પોતાના ઘરે હતા ત્યારે ખંભાળિયાનો રાજભા તથા એક અજાણ્યો શખ્સ ઘર પાસે આવીને ગાળો બોલતો હતો.
આ વેળાએ બહાર નીકળી ગુલાબબેને ગાળો ભાંડવાની ના પાડતા બેટ વડે ધક્કો મારી તેણીને પછાડી દેવામાં આવ્યા પછી રાજભા અને તેના સાગરિતે હુમલો કર્યાે હતો. આ વેળાએ ત્યાંથી પસાર થતી અન્ય વ્યક્તિ વચ્ચે પડતા તેની સાથે પણ મારામારી કરવામાં આવી હતી. ગુલાબબેને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામજોધપુર શહેરના માર્કેટીંગ યાર્ડ પાછળ ધૂળેટી બપોરે પ્રકાશ કોળી નામના શખ્સના પુત્ર દ્વારા હોળીની વાડનો પ્રસંગ ઉજવવામાં આવી રહ્યો હતો ત્યારે કેટલાક વ્યક્તિઓ ડીજે સાથે ત્યાં ઝૂમી રહ્યા હતા અને ઠંડા પીણાની બોટલમાંથી પ્રવાહી ઉડાડતા હતા. આ વેળાએ આયોજકો તથા પ્રકાશભાઈ મોહનભાઈ ભાલોડીયાએ તેમ નહીં કરવા માટે કહ્યું હતું.
આ બાબતનો ખાર રાખી લાકડી વગેરે હથિયાર ધારણ કરી ધસી આવેલા પ્રકાશ કોળી, મુન્ના ભુદાભાઈ મેથાણીયા, મયુર દીપાભાઈ કોળી, સંજય દિનેશભાઈ કુડેચા તથા બે અજાણ્યા શખ્સે હુમલો કર્યાે હતો. પ્રકાશભાઈને માથામાં ઈજા થઈ હતી. વચ્ચે પડનાર મિલન તથા ચિરાગને પણ લાકડીથી માર મારવામાં આવ્યો હતો. ગઈકાલે પ્રકાશભાઈએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial