Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ એપ્રિલ ફૂલ નથી હો... હકીકત છેઃ
નવી દિલ્હી તા. ર૭: ૧ એપ્રિલથી પીએફથી લઈને ક્રેડિટ કાર્ડ સુધીના નિયમોમાં ફેરફાર થશે. નવું નાણાકીય વર્ષ ૧ એપ્રિલ ર૦ર૪ થી શરૂ થશે. તેની સાથે જ નેશનલ પેન્શન સિસ્ટમ, ઈપીએફઓ, ક્રેડિટ કાર્ડ સહિત ઘણાં નિયમોમાં પણ ફેરફાર થશે. જેની અસર લોકોના ખિસ્સા પર પણ પડશે.
નવું નાણાકીય વર્ષ ૧ એપ્રિલ ર૦ર૪ થી શરૂ થશે. આ સાથે નેશનલ પેન્શન સિસ્ટમ, ઈપીએફઓ, ક્રેડિટ કાર્ડ સહિત ઘણાં નિયમોમાં પણ ફેરફાર થશે. તેની સીધી અસર તમારા ખિસ્સા પર પણ પડશે. જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને જણાવી દઈએ કે ઘણી બેંકો ૧ એપ્રિલથી તેમાં ફેરફાર કરવા જઈ રહી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ૧ એપ્રિલથી ભાડાની ચૂકવણી પર ઉપલબ્ધ રિવોર્ડ પોઈન્ટ્સ બંધ કરવા જઈ રહી છે. આ સુવિધા એસબીઆઈ કાર્ડ એલિટ, એયુઆરયુએમ, એસબીઆઈ કાર્ડ પલ્સ, એસબીઆઈ કાર્ડ એલિટ એડવાન્ટેજ અને સીમ્પલી ક્લિક ક્રેડિટ કાર્ડસમાં બંધ કરવામાં આવશે. આ નિયમો કેટલાક ક્રેડિટ કાર્ડ પર ૧ એપ્રિલથી અને અન્ય પર ૧પ એપ્રિલથી લાગુ થશે.
આઈસીઆઈસીઆઈ બેંક પણ ૧ એપ્રિલથી તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. જો ગ્રાહકો ૧ એપ્રિલથી એક ત્રિમાસિક ગાળામાં રૂ. ૩પ,૦૦૦ કરતા વધુ ખર્ચ કરશે તો તેઓને એરપોર્ટ લાઉન્જ એક્સેસ મફત મળશે. નવા નાણાકીય વર્ષથી યસ બેંક તેના ગ્રાહકોને એક ક્વાર્ટરમાં ઓછામાં ઓછા ૧૦,૦૦૦ રૂપિયા ખર્ચવા પર ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જમાં મફત એક્સેસ આપશે.
પેન કાર્ડને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ ૩૧ માર્ચ ર૦ર૪ છે. આ પછી જો કોઈ વ્યક્તિ તેના પેનને આધાર સાથે લિંક નહીં કરે તો તેનો પેન નંબર રદ્ થઈ જશે. જો આવું થાય તો તમે ન તો બેંક ખાતું ખોલી શકશો અને ન તો કોઈ મોટો વ્યવહાર કરી શકશો. ૩૧ માર્ચ પછી તમારે પેનકાર્ડ એક્ટિવેટ કરવા માટે મોડું ફાઈલ કરવા પર ૧૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે.
નવા નાણાકીય વર્ષમાં ઈપીએફઓના નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. જો તમે ક્યાંક કામ કરો છો અને તેને છોડીને બીજે ક્યાંક કામ પર જાઓ છો, તો તમારૂ જુનુ પીએફ ઓટો મોડમાં ટ્રાન્સફર થઈ જશે. આનો અર્થ એ છે કે હવે તમારે નોકરી બદલવા પર પીએફની રકમ ટ્રાન્સફર માટે વિનંતી કરવાની જરૂર રહેશે નહીં.
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ નેશનલ પેન્શન સિસ્ટમની સુરક્ષાને વધુ બહેતર બનાવવા માટે મોટો ફેરફાર કર્યો છે પીએફઆરડીએ એ સેન્ટ્રલ રેકોર્ડકીપિંગ એજન્સી સુધી પહોંચવા માટે બે ફેક્ટર ઓથેન્ટિકેશન પ્રક્રિયા શરૂ કરી છે. આ ૧ એપ્રિલથી તમામ ગ્રાહકો માટે લાગુ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે એનીપીએસ હેઠળ આવતા નવા લોકો અને જુના ગ્રાહકોને ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. બે ફેક્ટર ઓથેન્ટિકેશન વિના કોઈને પણ એનપીએસમાં લોગિન કરવાની મંજુરી આપવામાં આવશે નહીં. એનપીએસ સબ્સ્ક્રાઈબર્સને આધાર વેરિફિકેશન અને મોબાઈલ પર મળેલા ઓટીપી દ્વારા લોગિન કરવાનું રહેશે.
ડિફોલ્ટ ટેક્સ સિસ્ટમ ૧ એપ્રિલથી અમલમાં આવશે. આનો અર્થ એ છે કે જો તમે ટેક્સ ભરવાની શ્રેણીમાં આવો છો અને ટેક્સ ભરવાની પદ્ધતિ પસંદ કરી નથી. તો તમારે નવી કર વ્યવસ્થા હેઠળ આપમેળે ટેક્સ ચૂકવવો પડશે. નવી કર પ્રણાલી હેઠળ ૭ લાખ રૂપિયા સુધીનો કરપાત્ર પગાર ધરાવતા લોકોએ આવકવેરો ચૂકવવો પડશે નહીં.
જો તમે હજુ સુધી તમારી કારના ફાસ્ટેગનું કેવાયસી બેંકમાંથી અપડેટ કર્યું નથી, તો જલ્દીથી તેને પૂર્ણ કરો. જો તમે આમ નહીં કરો તો ૧ એપ્રિલથી તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ૩૧ માર્ચ પછી કેવાયસી વગરના ફાસ્ટેગને બેંક દ્વારા નિષ્ક્રિય અથવા બ્લેકલિસ્ટ કરવામાં આવશે. ૧ એપ્રિલથી જો તમારી પાસે ફાસ્ટેગમાં બેલેન્સ હશે તો પણ તમે ચૂકવણી કરી શકશો નહીં. એટલું જ નહીં, તમારે ટોલ પર ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. એનએચએઆઈ એ આરબીઆઈના નિયમો મુજબ ૩૧ માર્ચ ર૦ર૪ સુધીમાં ફાસ્ટેટ માટે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું છે.
ઓલા મની ૧ એપ્રિલ ર૦ર૪ થી તેના વોલેટ નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. ઓલા મની પ્રતિ માસ રૂ. ૧૦,૦૦૦ ના મહત્તમ વોલેટ લોડ મર્યાદા સાથે સંપૂર્ણપણે નાની પીપીઆઈ (પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ) ોલેટ સેવાઓ પર સ્વિચ કરી રહ્યું છે. કંપનીએ ગ્રાહકોને એસએમએસ મોકલીને આ અંગે જાણકારી આપી છે.
એલપીજી સિલિન્ડરની કિંમત વર્ષના દરેક મહિનાના પ્રથમ દિવસે નક્કી કરવામાં આવે છે. ક્યારેક ભાવ વધે છે તો ક્યારેક ઘટે છે. એલપીજી સિલિન્ડરની કિંમતો પણ ૧ એપ્રિલ, ર૦ર૪ ના નક્કી કરવામાં આવશે. દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના કારણે આચારસંહિતા અમલમાં છે. આવી સ્થિતિમાં કિંમતમાં ફેરફારનો કોઈ અવકાશ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial