Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક ઈન્ટરવ્યૂનો સંદર્ભ આપીને આવી રહેલા અહેવાલોમાં ઘટસ્ફોટઃ મહત્ત્વપૂર્ણ જવાબો ચર્ચામાં
શ્રીનગર તા. ર૭: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના એક ઈન્ટરવ્યૂને ટાંકીએ આવી રહેલા અહેવાલો મુજબ સપ્ટેમ્બર સુધીમાં જમ્મુ-કાશ્મીરની વિધાનસભા રચાઈ જશે. તેમણે સૈન્ય અને આફસ્પા હટાવવાની વિચારણાના સંકેતો પણ આપ્યા છે.
કેન્દ્રિય ગૃહમંત્રી શાહે જમ્મુ-કાશ્મીરને લઈને કહ્યું છે કે, કેન્દ્ર સરકાર આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ એટલે કે જમ્મુ-કાશ્મીરમાં લાગુ એએફએસપીએ હટાવવા પર વિચાર કરી રહી છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે સરકાર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાંથી સૈનિકોને હટાવવાની અને અહીંની કાયદો અને વ્યવસ્થા જમ્મુ અને કાશ્મીર પોલીસ પર છોડી દેવાની પણ યોજના બનાવી રહી છે.
તેમણે કહ્યું કે, પહેલા લોકોને જમ્મુ-કાશ્મીર પોલીસ પર ભરોસો ન હતો, પરંતુ આજે તેઓ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા છે. સાથે જ અમિત શાહે એમ પણ કહ્યું કે અમે એએફએસપીએ હટાવવા અંગે પણ વિચારીશું.
ઈન્ટરવ્યૂ દરમિયાન તેેણે દાવો કર્યો હતો કે સપ્ટેમ્બર મહિના પહેલા જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં લોકશાહીની સ્થાપના એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વચન છે અને તે પૂરૃં થશે. કેટલાક પક્ષો પર નિશાન સાધતા શાહે કહ્યું કે હવે જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી માત્ર ત્રણ પરિવારો સુધી સીમિત નહીં રહે.
જમ્મુ અને કાશ્મીરમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતી અને અન્ય પછાત વર્ગોના આરક્ષણ પર ગૃહપ્રધાન શાહે કહ્યું કે મોદી સરકારે પહેલીવાર જમ્મુ અને કાશ્મીરના ઓબીસીને અનામત આપી છે. આ સિવાય મહિલાઓને એક તૃતિયાંશ અનામત આપવામાં આવી છે. તેમણે કહ્યું કે પંચાયત અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી અનામત આપવામાં આવી હતી. અમે એસસી અને એસટી માટે જગ્યા બનાવી છે. ગુર્જરો અને બકરવાલોનો હિસ્સો ઘટાડ્યા વિના પહાડીઓને ૧૦ ટકા આરક્ષણ આપવામાં આવ્યું છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી વિસ્થાપિત લોકોને સમાવવા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે આ લાભો પાયાના સ્તર સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. લોકસભાની ચૂંટણી પછી જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોની તૈનાતીમાં આયોજિત ઘટાડો અને આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પ્રાવર્સ એકટને દૂર કરવા પર પણ વિચાર કરવામાં આવશે. હવે જમ્મુ-કાશ્મીર પોલીસ કાયદો અને વ્યવસ્થા અને આતંકવાદના મોરચે આગળ રહેશે. તે જ સમયે સપ્ટેમ્બર ર૦ર૪ ના અંત સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની રચના કરવામાં આવશે અને આ પીએમ મોદીનું વચન છે. મોદીના વચનનો અર્થ પૂરો થવાની ગેરંટી છે.
લોકસભાની ચૂંટણી પછી જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોની તૈનાતીમાં આયોજિત ઘટાડો અને આર્મ્ડ કોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટએ દૂર કરવા પર પણ વિચાર કરવામાં આવશે. હવે જમ્મુ-કાશ્મીર પોલીસ કાયદો અને વ્યવસ્થા અને આતંકવાદના મોરચે આગળ રહેશે. સપ્ટેમ્બર ર૦ર૪ ના અંત સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં વિધનસભાની રચના કરવામાં આવશે અને આ પીએમ મોદીનું વચન છે. મોદીના વચનનો અર્થ પૂરો થવાની ગેરંટી છે. હુરિયત કે પાકિસ્તાન સાથે વાતચીતનો કોઈ ઈરાદો નથી. કાશ્મીરના યુવાનો સાથે જ વાતચીત થશે. ગુલામ જમ્મુ અને કાશ્મીર ભારતનો એક ભાગ છે.
ભારતની સંસદે પણ એક ઠરાવ પસાર કર્યો છે. પાકિસ્તાને ગુલામ જમ્મુ-કાશ્મીર પર કબજો જમાવ્યો છે. ગુલામ જમ્મુ-કાશ્મીરની ધરતી અને ત્યાં રહેતા મુસ્લિમો પણ આપણા ભાઈ-બહેન છે. ગુલામ જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલિનિકરણ દરેક ભારતીયની ઈચ્છા અને ધ્યેય છે. વડાપ્રધાને વચન આપ્યું છે કે, અહીં લોકશાહી પુનઃસ્થાપિત કરવામાં આવશે, પરંતુ તે ત્રણ પરિવારો પીડીપી, એનસી અને કોંગ્રેસની લોકશાહી નહીં હોય. અહીં જનતા દ્વારા ચૂંટાયેલી સરકાર જ બનશે. આ ખાતરી કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે મોડી સાંજે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં આપી હતી, અને કહ્યું હતું કે, છેલ્લા ૧૦ વર્ષમાં એક પણ નકલી એન્કાઉન્ટર થયું નથી અને જ્યારે પણ સુરક્ષા દળોએ નિયમો તોડ્યા અથવા કોઈ ખોટું કર્યું, તેમની સામે એફઆઈઆર નોંધીને કાર્યવાહી કરવામાં આવી.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા ભારત સાથે મિત્રતાની ઈચ્છા વ્યક્ત કરવાના પ્રશ્ન પર શાહે કહ્યું કે તેમને પહેલા ગુલામ જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનના વિવિધ ભાગોમાં સ્થિત આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કરવો પડશે અને ભારત વિરોધી ગતિવિધિઓ બંધ કરવી પડશે. કાશ્મીર મુદ્દે અલગતાવાદીઓ અથવા પાકિસ્તાન સાથે વાતચીતની શક્યતાને નકારી કાઢતા તેમણે કહ્યું કે હવે કાશ્મીરના યુવાનો સાથે જ વાતચીત થશે. અમે આતંકવાદીઓનું ગૌરવ કરવાનું બંધ કરી દીધું છે. સરકારી તંત્રમાં તેમના સમર્થકોને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
આતંકવાદીઓ અને અલગતાવાદીઓની ૧પ૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે અથવા જપ્ત કરવામાં આવી છે. નવ સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકો આજે સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે, કારણ કે આતંકવાદી હિંસા લગભગ ખતમ થઈ ગઈ છે અને પથ્થરબાજી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. આ કારણે શ્રીનગરમાં તાજેતરમાં યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરવા આવ્યા હતાં. ૧૯૮પ પછી કાશ્મીરમાં કોઈપણ વડાપ્રધાનની આ સૌથી મોટી સફળ રેલી છે.
શાહે કહ્યું કે અહીં કલમ ૩૭૦ ની આડમાં આતંકવાદ અને અલગતાવાદ ઊભો થયો. પાકિસ્તાને તેનો ફાયદો ઊઠાવ્યો. છેલ્લા ૩૦ વર્ષમાં આના કારણે ૪૦ હજારથી વધુ કાશ્મીરી યુવાનોના મોત થયા છે. કલમ ૩૭૦ અંગેની ગેરમાન્યતાઓ દૂર થઈ ગઈ છે. આજે પણ કાશ્મીરીઓની સંસ્કૃતી અને ઓળખ અકબંધ છે. ભાજપે કાશ્મીર વિભાગની બે બેઠકો અને જમ્મુ અને કાશ્મીર વિભાગમાં ફેલાયેલી અનંતનાગ-રાજૌરી સંસદીય બેઠક માટે તેના ઉમેદવારો નક્કી કર્યા નથી. તેમનો નિર્ણય સમય આવ્યે લેવામાં આવશે. તેમણે કહ્યું કે ભાજપ કાશ્મીરને લઈને કોઈ ઉતાવળમાં નથી. અમે ત્યાં ધીમે ધીમે અમારૂ સંગઠન મજબૂત કરી રહ્યા છીએ. સામાન્ય લોકો મોટી સંખ્યામાં અમારી સાથે જોડાઈ રહ્યા છે અને ટૂંક સમયમાં જ સમય આવશે જ્યારે કાશ્મીરમાં કમળ સંપૂર્ણ રીતે ખીલશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial