Advertisement
Author: નોબત સમાચાર

અજાડ ટાપુના માત્ર ચાલીસ મતદાર માટે ૪.૩ નોટિકલ માઈલ દરિયો ખેડીને બોટ દ્વારા પહોંચે છે ચૂંટણી તંત્ર

કિલેશ્વર નેસ મતદાન મથકનો સંપર્ક માત્ર વાયરલેસ જ થઈ શકે છે

મતદારોની દૃષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, સાથોસાથ વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના 'ઈદૃીિઅ ર્ફંી ર્ઝ્રેહંજ' ના અભિગમને સાર્થક કરવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ એટલું જ સુસજ્જ છે. જ્યાં પરિવહનની જરૂરી વ્યવસ્થાઓના અભાવે પહોંચવું મુશ્કેલીભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધીનું અંતર કાપવું પડે છે. આવી તમામ વિપરિત પરિસ્થિતિઓમાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી જી.ટી.પંડ્યાના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અજાડ ટાપુ સહિતના સ્થળોએ વિશિષ્ટ  મતદાન મથકો તૈયાર કરી ભારતના ચૂંટણી પંચના 'ઈદૃીિઅ ર્ફંી ર્ઝ્રેહંજ' ના સંકલ્પને સાર્થક કરવાના સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું આવું જ એક સ્થળ છે અજાડ ટાપુ. ૬૮-અજાડ ટાપુ મતદાન મથક દેવભૂમિ દ્વારકાના ૮૧-ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે, જે ટાપુ દરિયા કિનારાથી લગભગ ૧૦ કિ.મી. દૂર છે. આ વિસ્તારના માત્ર ૪૦ મતદારો માટે તંબુમાં મતદાન મથક તૈયાર કરવામાં આવે છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ ટાપુ પર એક મતદાન મથક સ્થાપિત કરવામાં આવે છે, જેથી મતદારો તેમના મત આપવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે. પરિવહનનો એકમાત્ર રસ્તો બોટ છે, આ મતદાન મથકમાં મતદાન સ્ટાફને મોટા આસોટાથી ૧૩ કિ.મી. જેટલા રસ્તા મારફતે ગડુ વિસ્તાર પહોંચી ત્યાંથી બોટ મારફત અંદાજિત ૪.૩ નોટીકલ માઇલ દરિયાઇ મુસાફરી કરે છે અને મતદાન મશીનો સાથે  તમામ જરૂરી સામગ્રી લઈ જાય છે. મતદાન મથક માટે તેની ભૌતિક અને ભૌગોલિક વિશિષ્ટતા અને અંતરને ધ્યાનમાં રાખીને અલાયદો માર્ગ નક્કી કરવામાં આવે છે. ટાપુમાં ટેન્ટ લગાવી તેનો મતદાન મથક તરીકે ઉપયોગ થાય છે. જ્યાં તમામ ખાતરીપૂર્વકની લઘુતમ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. સર્વસમાવેશી ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ગુજરાતના પ્રયાસનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાનું આવું જ એક મતદાન મથક છે કિલેશ્વર નેસ. આ મતદાન મથક દેવભૂમિ દ્વારકાના ૮૧ ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે, નેસ વિસ્તારમાં બરડા પર્વતના ઊંડા જંગલ વિસ્તારમાં આવેલ આ વિસ્તારમાં ૫૧૬ જેટલા મતદારો નોંધાયેલા છે. તે મતદાન મથક સાથે સંપર્ક કરવાનું એકમાત્ર સાધન વાયરલેસ સેટ છે. અહીં પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન અંગેની તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી દરેક મતદાર મતદાન કરી શકે તેની પૂરતી કાળજી લેવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh