Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોળી-ધૂળેટીનો તહેવાર એસટી વિભાગને ફળ્યોઃ
જામનગર તા. ૨૭: હોળી-ધૂળેટીના તહેવાર નિમિત્તે એસ.ટી. વિભાગ દ્વારા વધારાની બસ દોડાવવામાં આવી હતી. પરિણામે એસટી વિભાગને રૂ. ૩૮ લાખની વધારાની આવક થવા પામી છે.
જામનગર એસટી વિભાગ દ્વારા હોળી-ધૂળેટી તહેવારોમાં મુસાફરી ધસારાને પહોંચી વળવા માટે વધારાની બસ દોડાવવામાં આવી હતી.
આ દરમિયાન કુલ ૩૯૯ ટ્રીપમાં ૧૯૯૫૧ મુસાફરોએ આ બસ સેવાનો લાભ લેતા રૂ. ૩૮,૪૪,૫૨૬ની આવક એસટી વિભાગને થઈ હતી.
જેમાં જામનગર ડેપો મારફત ૧૬૪ ટ્રીપમાં ૮૦૮૮ મુસાફરોએ લાભ લીધો હતો. જેમાં રૂ. ૨૧,૨૪,૯૫૦ની આવક થઈ હતી.
દ્વારકા ડેપો મારફત ૧૦૩ ટ્રીપ વધારાની કરવામાં આવી હતી. જેનો ૮૬૧૧ મુસાફરોએ લાભ લીધો હતો અને રૂ. ૭,૪૪,૦૭૬ની આવક થઈ હતી.
જામજોધપુર ડેપોમાંથી વધારાની ૧૨ બસના ૬૫૪ મુસાફરોએ લાભ લેતા ૧,૮૦,૨૯૮ની આવક થઈ હતી. ધ્રોલ ડેપોમાંથી ૩૪ બસ મારફત ૧૫૬૪ મુસાફરોએ બસે સેવાનો લાભ લીધો હતો અને તેના મારફત રૂ. ૫,૩૨,૪૩૬ની આવક થવા પામી છે તેમજ ખંભાળીયા ડેપોમાંથી ૧૬ બસ વધારાની દોડાવાઈ હતી. જેમાં ૧૦૩૪ મુસાફરોએ લાભ લેતા રૂ. ૨,૬૪,૭૬૬ની આવક થવા પામી હતી.
આમ જામનગર ડિવિઝનમાંથી કુલ ૩૯૯ વધારાની બસ ટ્રીપ થવા પામી હતી જેનો ૧૯૯૫૧ મુસાફરોએ લાભ લેતા એસટી વિભાગને રૂ. ૩૮,૪૪,૫૨૬ ની આવક થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial