Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૦૭ ના ટારગેટ સામે ટાઈટન્સ માત્ર ૧૪૩ રનમાં સમેટાઈ ગઈ
ચેન્નાઈ તા.૨૭: આઈપીએલ-૨૦૨૪ માં ચેન્નાઈ સુપર કિંગ્ઝની મોટી જીત થઈ છે. તેણે ગુજરાત ટાઈટન્સને ૬૩ રને હરાવ્યું છે. ગઈકાલે ચેન્નાઈએ ૨૦૬ રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં માત્ર ૧૪૩ રન જ બનાવી શકી હતી. સતત બીજી જીત સાથે ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.
ચેન્નાઈ સુપર કિંગ્ઝે આઈપીએલ-૨૦૨૪માં સતત બીજી જીત નોંધાવી અને ચેન્નાઈએ ગુજરાતને ૬૩ રનથી હરાવ્યું હતું. ગુજરાત માટે સાઈ સુદર્શને ૩ ચોગ્ગાની મદદથી ૩૭ રન બનાવ્યા હતા. પરંતુ તેની ઈનિંગ્ઝ ટાઈટન્સને વિજયરેખા પાર કરવામાં મદદ કરી શકી ન હતી.
મેચમાં ગુજરાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ચેન્નાઈ સુપર કિંગ્ઝે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૦૬ રન બનાવ્યા હતા. સીએસકે માટે શિવમ દુબેએ ર ચોગ્ગા અને ૫ છગ્ગાની મદદથી ૫૧ (૨૩ બોલ)ની શાનદાર ઈનિંગ રમી હતી.
૨૦૭ રનના વિશાળ લક્ષ્યાંક નો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની શરૂઆત બહુ સારી રહી ન હતી. ટીમને પહેલો ફટકો કેપ્ટન ગિલના રૂપમાં લાગ્યો હતો. જે ત્રીજી ઓવરમાં ૧ સિક્સરની મદદથી માત્ર ૮ રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ પાંચમી ઓવરમાં ટીમે બીજી વિકેટ રિદ્ધિમાનના રૂપમાં ગુમાવી હતી, તેને ૪ ચોગ્ગાની મદદથી ૨૧ રન (૧૭ બોલ) બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
ત્યારપછી વિજયશંકર ગુજરાતની ત્રીજી વિકેટ બન્યો, જેણે ૮ મી ઓવરમાં ૧ છગ્ગાની મદદથી ૧૨ રન કરી આઉટ થયો હતોે. ત્યારબાદ ૧૨ મી ઓવરમાં તુષાર દેશપાંડેએ ડેવિડ મિલરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મિલરે ૩ ચોગ્ગાની મદદથી ૨૧ (૧૬ બોલ) રન બનાવ્યા હતા. ત્યારપછી ૧૫મી ઓવરમાં ટીમને પાંચમો ફટકો લાંબા સમય સુધી ક્રીઝ પર રહેલા સાઈ સુદર્શનના રૂપમાં લાગ્યો હતો. સુદર્શને ૩ ચોગ્ગાની મદદથી ૩૭ રન (૩૧ બોલ) કર્યા હતા.
આ પછી ૧૬મી ઓવરમાં અઝમતુલ્લા ઉમરઝાઈને તુષાર દેશપાંડેએ પોતાનો શિકાર બનાવ્યો હતો. ઉમરઝાઈએ ૧ ફોર સાથે ૧૧ (૧૦ બોલ) રન બનાવ્યા હતા. પછીની ઓવરમાં રાશિદ ખાન આવ્યો જે માત્ર ૧ રન બનાવી શક્યો. ત્યારબાદ રાહુલ તેવટિયા (૦૬) ૧૯મી ઓવરમાં આઉટ થયો હતો.
ચેન્નાઈ તરફથી દીપક ચહર, મુસ્તફિઝુર રહેમાન અને તુષાર દેશપાંડેએ ૨-૨ વિકેટ લીધી હતી. આ દરમ્યાન તુષારે ૨૧ રન, દીપકે ૨૮ અને મુસ્તઝુફિરે ૪ ઓવરમાં ૩૦ રન આપ્યા હતા. આ સિવાય ડેરિલ મિશેલ અને મથિરાનાને ૧-૧ સફળતા મળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial