Advertisement
Author: નોબત સમાચાર

સાયબર ક્રાઈમ અટકાવવા અંગે જાગૃતિ સેમિનાર

એલ.જી. હરિઆ સ્કૂલમાં યોજાયો

જામનગર તા. ૨૭: જામનગરની એલ.જી. હરિઆ સ્કૂલમાં સાયબર ક્રાઈમ અટકાવવા અંગે જાગૃતિ અર્થે સેમિનાર યોજાયો હતો.

ટેકનોલોજીની દુનિયા આજે હરણફાળ ભરી રહી છે, ત્યારે ટેકનોલોજી આપણને જ્ઞાન અને માહિતીનો અનંત ભંડાર આપીને આપણી પ્રગતિને નવા આયામ આપે છે, પણ દરેશ સિક્કાને બે બાજુ હોય છે. એવી જ રીતે ટેકનોલોજીની દુનિયામાં પણ અપરાધનું નેટવર્ક ખૂબ વિસ્તરી રહ્યું છે ત્યારે આવા અપરાધ અને ફ્રોડથી બચવા માટે શી કાળજી રાખવી જોઈએ અને શું સાવચેતી વર્તવી જોઈએ એ અંગે સાયબર ક્રાઈમ અટકાવવા માટેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદથી કર્ણાવતી યુનિવર્સિટીના આસિ. પ્રોફેસર અરવિંદસિંઘ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં અને વિદ્યાર્થીઓને આ ક્રાઈમથી બચવા માટે કેવી રીતે મોબાઈલ, કોમ્પ્યુટર કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ એ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, આવા સાયબર ક્રાઈમન્થી આપણને તો આર્થિક નુક્સાન થાય જ છે સાથે સાથે દેશના અર્થતંત્રને પણ આનાથી મોટો ફટકો પડે છે.

ક્રેડિટ કાર્ડમાં થતી ઠગાઈથી આર્થિક ગતિવિધિઓ ઓરવાઈ જાય છે. પાસવર્ડની ચોરીથી પણ બ્લેક મેઈલનો ખતરો ઊભો થાય છે. મોબાઈલ ફોનમાંથી થતી ઠગાઈઓથી બચવા માટે કેવો પાસવર્ડ રાખવો જોઈએ, ડેટાનું સંકલન કેવી રીતે કરવું જોઈએ આ તમામ વાતની વિગતે ચર્ચા કરી હતી. આવા સાયબર ક્રાઈમ કરનારનારોઓનું નેટવર્ક ઘણું વિશાળ હોય છે. તેથી મોબાઈલ, કોમ્પ્યુટર વગેરે વાપરતી વખતે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને જ્યારે કોઈ વ્યક્તિ આવા સાયબર ક્રાઈમનો ભોગ બને તો એને સાયબર સુરક્ષાની કઈ રીતે મદદ મળી શકે એ વાતની પણ માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી થાય એવી માહિતી આપવા બદલ શાળાના આચાર્ય ધવલ પટ્ટે અરવિંદસિંઘનો આભાર માન્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh