Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજખોર સામે પોલીસમાં કરાઈ ફરિયાદઃ
જામનગર તા. ૨૨: ખંભાળિયામાં વર્ષ ૨૦૧૪માં એક વૃદ્ધે રૂ. ૯ લાખ ચાર ટકાના વ્યાજે લીધા પછી તેની સામે રૂ. રર લાખ ઉપરાંત ચૂકવી આપ્યા હોવા છતાં વધુ વ્યાજની ઉઘરાણી કરી એક શખ્સે ગાળો ભાંડી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
ખંભાળિયા શહેરમાં ગોવિંદ તળાવ પાસે દેશાભાઈ પાલાભાઈ વિંઝુડા નામના વૃદ્ધે વર્ષ ૨૦૧૪ના માર્ચ મહિનામાં યોગેશ્વરનગરમાં રહેતા મહેન્દ્રસિંહ શિવુભા જાડેજા પાસેથી રૂ. ૯ લાખ ચાર ટકાના વ્યાજે લીધા હતા.
ત્યારપછી દસ વર્ષમાં દેશાભાઈએ રૂ. રર લાખ ૮૦ હજાર વ્યાજ પેટે ચૂકવ્યા હોવા છતાં વધુ રૂપિયા પડાવવાના ઈરાદાથી મહેન્દ્રસિંહે આ આસામીનું રૂ. ૧૦ લાખની રકમ હાથઉછીની લીધેલી છે તેવું નોટરી લખાણ કરાવી પાંચ કોરા ચેક પડાવી લીધા હતા અને અવારનવાર ઉઘરાણી કરી ગાળો ભાંડી પૈસા ન આપે તો મારી નાખવાની ધમકી આપતા આખરે દેશાભાઈએ ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial