Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધોધમાર વરસાદથી થયો ઠેર ઠેર જલભરાવ
આ વર્ષે ચોમાસામાં જામનગર શહેરને મેઘરાજાએ ગઇકાલ સુધી તરસાવી રાખ્યું હતુ એમ કહી શકાય. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તથા જામનગરનાં પણ અન્ય તાલુકાઓમાં ભારે વરસાદ થયો હતો પરંતુ શહેરમાં નોંધપાત્ર વરસાદ થયો ન હતો ત્યારે ગઇકાલે ગુરૂપૂર્ણિમાનાં પાવન દિને મેઘરાજાએ જાણે મેણું ભાંગ્યું હોય એ રીતે શહેરમાં ધોધમાલ વ્હાલ વરસાવ્યું હતું. બે કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરમાં અનેક જગ્યાએ જલભરાવની સ્થિતિ જોવા મળી હતી.ગઇકાલે રવિવાર હોય રાજાનો લાભ લઇ ઘણા લોકો વરસાદનો લ્હાવો લેવા નીકળ્યા હતા પરીણામે તળાવની પાળ સહિતનાં સ્થળોએ લોકોની ભીડ જોવા મળી હતી.ઉપરવાસ વરસાદને કારણે રણમલ તળાવમાં પણ નવા નીરની સારી આવક થતા નગરજનો હરખાયા હતાં. રાતનાં વરસાદમાં વિરામ પછી શહેરમાં આજે સવારે ૧૧ કલાક પછી ફરીથી વરસાદે તોફાની રૂપમાં હાજરી પુરાવી હતી. સવારે પણ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આમ ગઇકાલ બપોરથી આજ બપોર સુધી ના છેલ્લા ૨૪ કલાકમાં મેઘરાજાએ શહેરીજનોને પોતાનાં વ્હાલથી તરબતર કર્યા હતાં. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial