Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કોલેરાના વધુ બે દર્દીઃ એક બાળકી-એક યુવાન દાખલ

આરોગ્ય વિભાગ દ્વારા આનુસાંગિક કાર્યવાહી

જામનગર તા. ૨૨: જામનગરમાં કોલેરાના વધુ બે કેસ નોંધાયા છે. જેમાં એક વર્ષની બાળકી અને એક યુવાન કોલેરાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

જામનગરમાં ગત શનિવારે કોલેરાના વધુ બે કેસ નોંધાયા હતાંંૅ જેમાં એક વર્ષની બાળકી અને ૩૦ વર્ષના યુવાન કોલેરાગ્રસ્ત બનતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જામનગરમાં છેલ્લા દોઢેક માસથી કોલેરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે શનિવારે વધુ બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગની દોડધામ વધી જવા પામી છે.

શહેરના એક પરિવારની માત્ર એક વર્ષની બાળકીને કોલેરા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે ૩૦ વર્ષના યુવાનને પણ ઝાડા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં આનુસાંગિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

તંત્રના વ્યાપક પ્રયત્ન છતાં કોલેરાનો રોગચાળો કાબુમાં આવતો નથી. પરિણામે દરરોજ નવા નવા કેસ નોંધાઈ રહ્યા છે. એક માહિતી મુજબ હાલ દોઢેક ડઝન જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ છે. તેમાં જામનગર શહેર ઉપરાંત અન્ય શહેરના દર્દીનો પણ સમાવેશ થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh