Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરીઃ
જામનગર તા. રરઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં આંશિક ઘટીને મહત્તમ તાપમાન ૩૩.૧ ડીગ્રી નોંધાયું હતું. વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે સવારથી બપોર સુધી અસહ્ય બફારો અનુભવાયો હતો. પરશેવે રેબઝેબ બની ગયેલા પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ પલટાયેલા વાતાવરણ પછી નગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનતાએ રાહત અનુભવી હતી.
જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન આંશિક ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૩.૧ ડીગ્રી અને અડધો ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ર૭ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૮ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial