Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિદ્ધિ વિનાયક પાર્કમાં યુવાને અકળ કારણથી ખાઈ લીધો ગળાફાંસોઃ
જામનગર તા. ૨૨: જામનગરના રામેશ્વરનગર પાછળ નંદન પાર્કમાં રહેતા એક યુવતીએ તથા કાલાવડના મછલીવડમાં એક શ્રમિક પરિણીતાએ બીમારીથી કંટાળી જઈને જિંદગીનો અંત આણી લીધો છે. જ્યારે શહેરના રણજીતસાગર રોડ પર સિદ્ધિ વિનાયક પાર્કમાં એક યુવાને અકળ કારણથી ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે.
જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા નંદન પાર્ક એકમાં રહેતા રતુભા દાનુભા ચુડાસમા નામના ગરાસીયા પ્રૌૈઢના ત્રેવીસ વર્ષિય પુત્રી હેતલબાને છેલ્લા સાતેક વર્ષથી સ્વાદુપિંડની બીમારી વળગી હતી. જેની સારવાર લેવા છતાં સારૂ થતું ન હોવાથી કંટાળી ગયેલા આ યુવતીએ શુક્રવારે રાત્રે પોતાના ઘરમાં બે વાગ્યે એક ઓરડામાં રહેલા પંખામાં દુપટ્ટા વડે ગાળીયો બનાવી ગળાટંૂપો ખાઈ લીધો હતો તેની જાણ થતાં આ યુવતીને નીચે ઉતારી પરિવાર દ્વારા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેણીને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા રતુભા દાનુભાએ પોલીસને જાણ કરી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા સિદ્ધિ વિનાયક પાર્કની શેરી નંબર સાતમા રહેતા નિરવભાઈ દિલીપભાઈ માંડલિયા નામના ૨૪ વર્ષના દરજી યુવાને શનિવારે રાત્રે બે વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધીમાં પોતાના ઘરમાં કોઈ અગમ્ય કારણથી છતમાં રહેલા પંખામાં ચુંદડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની રવિવારે સવારે આઠેક વાગ્યે તેમના પરિવારને જાણ થઈ હતી. આ યુવાનને નીચે ઉતારી ચકાસવામાં આવતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. તેમના પિતા દિલીપભાઈ વલ્લભભાઈ માંડલિયાએ પોલીસને જાણ કરી છે. સીટી એ ડિવિઝનના પીએસઆઇ એમ.કે. બ્લોચે મૃતદેહનો કબજો સંભાળી પિતાનું નિવેદન નોંધ્યું છે અને આ યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
કાલાવડ તાલુકાના મછલી વડ ગામમાં દેવેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના જાંબુવા જિલ્લાના વતની પ્રકાશભાઈ જાંબુડાભાઈ મેડાના પત્ની પાર્વતીબેન (ઉ.વ.ર૯)ને એકાદ વર્ષથી છાતીમાં દુખાવો થતો હતો. તેની સારવાર લેવા છતાં ચેસ્ટ પેઈન ઓછું થતું ન હોય કંટાળી ગયેલા આ મહિલાએ ગઈ તા.૧૬ની બપોરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેણીને સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવી હતી. જ્યાં ગઈકાલે તેણી પર કાળનો પંંજો પડ્યો છે. પ્રકાશભાઈ મેડાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial