Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ફેલાઈ રહેલા ચાંદી૫ુરા વાયરસ અંગે તાકીદે પગલાં લેવા મુખ્યમંત્રીને રજૂઆત

ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા

જામનગર તા. ૨૨: ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસ ખૂબજ ઝડપથી સ્પ્રેડ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા જ કોરોનાની મહામારી આપણે સૌ જોઈ ચૂક્યા છીએ અને તેમાં ખૂબજ મોટા પ્રમાણમાં લોકોએ પોતાના સ્વજનો ગૂમાવ્યા છે. હાલ મળતી માહિતી મુજબ કોરોના વાયરસ કરતા પણ ચાંદીપુરા વાયરસનો મૃત્યુ દર વધારે છે ત્યારે ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે તાકીદે પગલાં લેવા ધારાસભ્ય હેમંત ખવાએ મુખ્યમંત્રીને વાયરસ બાબતે ગંભીરતા દાખવી તાકીદે યોગ્ય પગલા લેવા રજૂઆત કરી છે.

ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષથી ભાજપ સરકારનું એક ચક્રી શાસન હોવા છતાં પણ આરોગ્યની પ્રાથમિક સુવિધાઓનો ખુબજ અભાવ છે. હાલમાં ડસ્ટીંગ કરાવવા મિલેથીઓન અને આલ્ફા સાયપર મેથીન જેવા પાવડર પણ તંત્ર પાસે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી તો તાત્કાલિક ધોરણે તેનો જથ્થો ઉપલબ્ધ કરાવી તેમનો દરેક ગામ અને શહેરમાં છંટકાવ કરાવવો જરૂરી છે. જેમાં ગામડાઓમાં કાચા મકાનો, જર્જરીત શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, રમતગમતના મેદાનો વગેરે જગ્યાઓમાં તાત્કાલિક છંટકાવ કરવો જોઈએ.

ઉપરાંત તાલુકા તથા જિલ્લા મથકના આરોગ્ય કેન્દ્રોમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની વ્યવસ્થા ઉભી કરવા બંધ ઓક્સિજન પ્લાન્ટ ચાલુ કરાવવા તેમજ સંદર્ભીત રોગની સારવારને લગતા તમામ દવાઓ અને તેમના રિપોર્ટ કરવા માટે લેબ, સ્ટાફ ઉપલબ્ધ કરાવવા જોઈએ. ચોમાસુ ચાલુ હોવાથી ઋતુજન્ય તાવના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. તેમજ ઠેર ઠેર પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગોના કેસો પણ આરોગ્ય કેન્દ્રોમાં વધી રહ્યા છે જેને ધ્યાને લઈ અગમચેતીના ભાગરૂપે સરકારી, ખાનગી હોસ્પિટલોમાં આવતા દર્દીઓના ચાંદીપુરાના ટેસ્ટ કરાવી વહેલી તકે સારવાર આપવાથી મૃત્યુના કેસ ઘટાડી શકાય તેમ છે.

લાલપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સતત દોઢ વર્ષથી ધારાસભ્ય દ્વારા રૂબરૂ તેમજ પત્રો દ્વારા રજૂઆત કરવા છતાં કાયમી તબીબી અધિકારી વર્ગ-રની નિમણૂક કરવામાં આવેલ નથી. વાયરસ ભયને લઈ દર્દીઓ હવે આવા સમયે કઈ રીતે સારવાર મેળવશે તે પણ ગંભીર પ્રશ્ન બન્યો છે. જો તંત્ર દ્વારા તાકીદે પગલા નહીં લેવામાં આવે તો કોરોના સમય જેવી ભયંકર પરિસ્થિતિ ઉભી થવાની ભીતિ નકારી શકાય તેમ નથી. જેને લઈ મુખ્યમંત્રીને યોગ્ય પગલા લેવા અને આરોગ્ય વિભાગને સૂચનો કરવા હેમંતભાઈ દ્વારા રજૂઆત કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh