Advertisement
Author: નોબત સમાચાર

મીઠાપુર નજીકના મોજપ દરિયાકાંઠેથી રૂ. ૧૧ કરોડનું ચરસ બિનવારસુ મળ્યું

અત્યાર સુધીમાં રૂ. ૭૩ કરોડ ઉપરાંતના ૧૩૬ પેકેટ બિનવારસુ મળી આવ્યાઃ

જામનગર તા. ૨૨: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીકના મોજપ દરિયા કિનારેથી ગઈકાલે ચરસના વધુ ૨૧ પેકેટ બિનવારસુ મળી આવ્યા છે. પોલીસે રૂ. ૧૧ કરોડ ઉપરાંતના ડ્રગ્સને કબજે કરી લીધુ છે. અત્યાર સુધીમાં કુલ ૧૩૬ પેકેટ બિનવારસુ ડ્રગ્સ સાંપડતા રૂ. ૭૩ કરોડ ઉપરાંતનો જથ્થો કબજે થયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠેથી અગાઉ પણ બિન વારસુ ચરસના પેકેટ મળી આવ્યાનું ખૂલ્યું હતું. તે પછી પોલીસે એસપી નિતેશ પાંડેય ના માર્ગદર્શન હેઠળ શરૂ કરેલા ઘનિષ્ઠ પેટ્રોલિંગમાં જુદા જુદા દરિયાકાંઠેથી ડ્રગ્સના બિન વારસુ પેકેટ સાંપડ્યા હતા. જેમાં દ્વારકાના વરવાળા દરિયા કાંઠેથી ચરસના ૩૦ પેકેટ, મીઠાપુર નજીકના મોજપ દરિયાકાંઠેથી એક પેકેટ તેમજ શિવરાજપુરના દરિયાકાંઠેથી ચરસના ૨૦ પેકેટનો સમાવેશ થાય છે.

અગાઉ મળેલા ચરસના બિનવારસુ પેકેટની અંદાજે અને અનુક્રમે કિંમત રૂ. ૧૬ કરોડ ૨ લાખ તેમજ ૪૩ લાખ ૬૦ હજાર અને રૂ. ૧૧ કરોડ ૩ લાખ ૭૫ હજાર આકારવામાં આવી હતી. તે ઉપરાંત દ્વારકા નજીક ચંદ્રભાગા, વાચ્છુ તેમજ ગોરીંજાના દરિયાકિનારેથી પણ પોલીસને રૂ. ૩૪ કરોડ ૩૬ લાખ ૩૫ હજારના ૬૪ બિનવારસુ પેકેટ મળી આવ્યા હતા. તે તમામ પેકેટ પોલીસે કબજે કરી દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ યથાવત રાખ્યું હતું.

તે પછી ગઈકાલે મીઠાપુર નજીકના મોજપ ગામના દરિયા કાંઠેથી માદક પદાર્થ ચરસના ૨૧ પેકેટ બિનવારસુ મળી આવ્યા છે. તેમાં અંદાજે ૨૩ કિલો ૬૮૦ ગ્રામ ચરસ ભરેલુ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. ૧૧ કરોડ ૮૪ લાખની કિંમત ધરાવતા ડ્રગ્સના આ જથ્થાને દ્વારકા જિલ્લા પોલીસે કબજે કરી લીધુ છે. આમ, કુલ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાંથી ચરસના ૧૩૬ પેકેટ બિનવારસુ પ્રાપ્ત થયા છે જેની કિંમત અંદાજે રૂ. ૭૩ કરોડ ૭૦ લાખ ૩૫ હજાર આકારવામાં આવી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh