Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈક વાળવાના પ્રશ્ને યુવાનને ધોકાવાયોઃ
જામનગર તા. ૨૨: જામનગરના નાગનાથ નાકા પાસે શુક્રવારે રાત્રે બાઈકનો ટર્ન લેનાર એક યુવાનને ત્રણ અજાણ્યા શખ્સે ધોકાવી નાખ્યો હતો. જ્યારે દિગ્વિજય પ્લોટમાં શનિવારે સાંજે એક વૃદ્ધને મ્હોં પર કપડું બાંધીને આવેલા બે અજાણ્યા શખ્સે કોઈ કારણથી પાઈપથી ફટકારતા ફ્રેકચર સહિતની ઈજા પામેલા વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. આ વૃદ્ધ જેલમાં રહેલા પોતાના પુત્રને ટિફિન દેવા ગયા પછી પરત આવતા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો.
જામનગરના પંચેશ્વર ટાવર રોડથી આગળ આવેલી જલાની જાર પાસેની બાજરીયા ફળીમાં રહેતા મિલનભાઈ વસંતભાઈ સીમરીયા નામના યુવાન શુક્રવારે રાત્રે સાડા નવેક વાગ્યે નાગનાથ નાકાથી આગળ આવેલી એક બિલ્ડિંગ નજીકથી પોતાના મોટરસાયકલ પર જતા હતા. આ વેળાએ તેઓએ ઇન્ડિકેટર આપ્યા પછી ટર્ન કર્યો હતો અને તેઓ જ્યારે વળાંક વાળીને રોડ પાસે ઊભા રહ્યા ત્યારે જીજે-૧૦-બીક્યુ ૧૬૯૫ નંબરના બાઈકચાલકે નજીક આવીને મારી સામેથી મોટર સાયકલ કેમ વાર્ળ્યું તેમ કહી બોલાચાલી શરૂ કરી હતી.
આ વેળાએ મિલનભાઈએ ઇન્ડિકેટર આપીને ટર્ન કર્યો હતો તેમ કહેતા આ મોટરસાયકલના ચાલક તથા તેની સાથે રહેલા બે અજાણ્યા શખ્સે ગાળો ભાંડયા પછી ઢીકાપાટુથી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ વેળાએ ત્યાંથી પોલીસની ગાડી નીકળતા ત્રણેય હુમલાખોર નાસી ગયા હતા. મિલનભાઈએ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ગોકુલનગર પાસે આવેલા અયોધ્યાનગરમાં રહેતા ભીમાભાઇ કારાભાઈ વસરા નામના પાંસઠ વર્ષના વૃદ્ધ શનિવારે સાંજે ચારેક વાગ્યે દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૬માંથી પસાર થતા હતા ત્યારે મોટર સાયકલ પર ધસી આવેલા અને મ્હોં પર કપડું બાંધેલા બે અજાણ્યા શખ્સે ભીમાભાઇને રોકી લઇ પાઇપ વડે હુમલો કરી પાઇપના ફટકા માર્યા હતા અને ઢીકાપાટુથી માર માર્યો હતો.આ વેળાએ ભીમાભાઇના ખિસ્સામાંથી રૂ. ૪૫૦૦ રોકડા ક્યાંક પડી ગયા હતા. બંને પગ તથા હાથમાં ફ્રેકચર સહિતની ઈજા પામેલા ભીમાભાઇને સારવારમાં ખસેડવામાં આવ્યા છે જ્યાંથી તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સિટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી આરોપીઓના સગડ દબાવ્યા છે. આ બનાવ ત્યાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કંડારાઈ ગયો હતો. પોલીસે તેના ફૂટેજ નીહાળી તપાસ આગળ ધપાવી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ આ વૃદ્ધ કોઈ કારણથી જેલમાં રહેલા પોતાના પુત્રને ગઈકાલે ટિફિન આપવા માટે ગયા હતા ત્યાંથી પરત આવતી વેળાએ બે બુકાનીધારીએ તેઓને રસ્તામાં રોકી લઈ બેફામ માર માર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial