Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુરુ ગાદીવાળા આશ્રમો-ધર્મસ્થાનોએ ગુરુ વંદનાઃ શહેર ભાજપના ધારાસભ્ય-મેયર સહિતના હોદ્દેદારો દ્વારા ગુરૂ વંદના કરાઈ
'છોટીકાશી' જામનગરમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આણદાબાવા આશ્રમ, પ નવતનપુરીધામ ખીજડા મંદિર, મોટી હવેલી, કબીર આશ્રમ, સાંઇબાબા મંદિર, બાલા હનુમાન મંદિર, બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર, વગેરે આસ્થા કેન્દ્રોમાં અનુયાયીઓ-ભક્તો ઉમટ્યા હતાં અને સવારથી ગુરૂપૂજન સહિતનાં કાર્યક્રમો યોજાયા હતાં. શ્રી સાંઇબાબા મંદિરે વહેલી સવારે અભિષેક તથા આરતી સાથે ઉત્સવનો આરંભ થયો હતો. શ્રી આણદાબાવા સેવા સંસ્થાનાં મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજનાં પૂજન માટે વિદેશથી પણ અનુયાયીઓ આવ્યા હતાં. શ્રી મોટી હવેલીનાં ગાદીપતિ પૂ. પા.ગો.શ્રી ૧૦૮ હરીરાયજી મહારાજનાં આશિષ મેળવવા પણ ભક્તો ઉમટ્યા હતાં. શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્ય પીઠ ૫ નવતનપુરીધામ ખીજડા મંદિરનાં મહંત શ્રી કૃષ્ણમણિજી મહારાજની પણ હજારો ભક્તોએ વંદના કરી હતી. શ્રી કબીર આશ્રમમાં પણ સવારથી અનુયાયીઓની ભીડ જામી હતી. શ્રી બાલા હનુમાન મંદિરે પણ બ્રહ્મલીન શ્રી કાશ્મીરી બાબા તથા બ્રહ્મલીન શ્રી પ્રેમભિક્ષુજી મહારાજનાં અનુયાયીઓએ ગુરૂપૂજનનો પુણ્યલાભ મેળવ્યો હતો. બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિરે ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, સ્ટે.કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા સહિતનાં આગેવાનોએ પૂજા - અર્ચના કરી હતી અને ભારતીય સંસ્કૃતિ મુજબ ગુરૂ વંદના કરી હતી.ઘણી જગ્યાએ ગુરૂપૂજન પછી બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial