Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલસીબીએ દબોચી લીધોઃ
જામનગર તા. ૨૨: જામજોધપુરમાંથી શનિવારે બપોરે એલસીબીએ એક શખ્સને વર્લીનું બેટીંગ લેતો પકડી લીધો છે. તેણે પોતાના સાગરિતનું નામ આપ્યું છે. વર્લીનું સાહિત્ય, રોકડ, ફોન કબજે કરાયા છે.
જામજોધપુર શહેરમાં પટેલ સમાજ પાસે શનિવારે બપોરે જાહેરમાં ઊભા રહી વરલીના આંકડા લખી રહેલા મુકેશ ગોપાલભાઈ હાસલીયા નામના વૃદ્ધને એલસીબીના દિલી૫ ભાઈ તલાવડિયા તથા ઋષિરાજસિંહ વાળા સહિતના સ્ટાફે પકડી લીધા હતા.
આ શખ્સના કબજામાંથી વરલીનું સાહિત્ય તથા રૂ. ૧૧૨૦ રોકડા અને રૂ. ૫૦૦ની કિંમતનો મોબાઇલ કબજે કરવામાં આવ્યો છે. આ શખ્સે પોતાના સાગરીત જામજોધપુર તાલુકાના બાલવા ગામના દિલીપ નામના શખ્સનું નામ અને મોબાઈલ નંબર આપ્યા છે. બંને સામે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial