Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શનિવારે રર ઈંચ જેટલો વરસાદ પડયા પછીની દયનિય સ્થિતી આજે પણ યથાવતઃ ફુડ પેકેટોનું વિતરણઃ
યાત્રાધામ દ્વારકામાં શનિવારે દે ધનાધન રર ઈંચ જેટલો વરસાદ ખાબકતા યાત્રાધામ દ્વારકાના ઘણાં વિસ્તારો જળમગ્ન થયા હતાં અને રૂપેણ બંદરના રહેણાંક વિસ્તારોમાં તો હોડીઓ ફરતી થઈ હતી. અહેવલો મુજબ અનેક વિસ્તારોમાં આજે પણ ગોઠણબુડ પાણી ભરેલા હોવાથી સ્થાનિકોની સ્થિતી દયનીય છે. શેરીઓ-ગલીઓ તથા ઘરો અને દુકાનોની અંદર પાણી ઘુસી જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે તો ગંદવાડના કારણે મંદવાડનો ખતરો પણ ઝળુંબી રહ્યો છે. તસ્વીરોમાં લોકો એકબીજાના સહારે સલામત સ્થળે જઈ રહેલા જોવા મળી રહ્યા છે તો કોઈ મહત્વની ઘરવખરીનું પોટલું માથા પર મુકીને જઈ રહેલા જોવા મળી રહ્યા છે. એકંદરે રૂપેણ બંદરની ઝુપડપટ્ટી, મહત્વના માર્ગાે અને કેટલીક બજારોમાં આજે પણ ભરાયેલા પાણી થી વિકટ સ્થિતી જોવા મળી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial