Advertisement
Author: નોબત સમાચાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજનાની ૧૭ સાઈટનું ખાતમુહૂર્ત

શ્રમિકોને ૫ાંચ રૂપિયાના ટોકનદરે આવાસની સુવિધા

ગાંધીનગર તા. ૨૨: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજનાની ૧૭ સાઈટોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું, અને શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનું લોન્ચિંગ કરાયું હતું. શ્રમિક બસેરા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોને વ્યક્તિ દીઠ પાંચ રૂપિયાના ટોકનદરે સુવિધાયુક્ત હંગામી આવાસ મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ઉપક્રમે રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં નિર્માણ થનારા શ્રમિક બસેરાનું અમદાવાદમાં ભૂમિપૂજન કરતા કહ્યું હતું કે, આ શ્રમિક બસેરા તૈયાર થતા અંદાજે ૧પ હજારથી વધુ બાંધકામ શ્રમિકોને લાભ મળશે. આગામી ત્રણ વર્ષમાં ૧પ૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૩ લાખ જેટલા બાંધકામ શ્રમિકો માટે સુવિધાયુક્ત હંગામી આવાસ શ્રમિક બસેરા ઊભા કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, શ્રમિક ૬૦ વર્ષની વયે પહોંચે અને વયના કારણે કામકાજ કરવા શક્તિમાન ન રહે તો પણ તેના નિર્વાહ માટે દર મહિને રૂ.  ૩૦૦૦ જેટલી પેન્શન રકમ પી.એમ. શ્રમયોગીમાન ધન યોજના અન્વયે મળે છે. રાજ્યમાં ત્રણ લાખથી વધુ શ્રમિકોને આ યોજનાઓનું કવચ મળેલું છે.

તેમણે આ અવસરે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાઓના મળીને ર૮ લાભાર્થીઓને ૬.૮૦ લાખ રૂપિયાની સહાયનું વિતરણ પણ કર્યુ હતું. શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનું લોન્ચિંગ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના દરેક શ્રમિકની ચિંતા કરી છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજય સરકાર શ્રમિકોની સુવિધાઓમાં સતત વધારો કરી રહી છે. સરકારની આ કાર્યપ્રણાલીને આગળ વધારતા તાજેતરમાં ૧૭ સાઈટ પર હંગામી આવાસના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે સ્વાગત પ્રવચન શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ કર્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક બસેરા યોજનાના માધ્યમથી અંદાજે કુલ ૧પ૦૦૦ બાંધકામ શ્રમિકોને યોજનાનો લાભ મળવાનો અંદાજ છે. શ્રમિક બસેરા યોજનાના લોન્ચ કરવામાં આવેલા પોર્ટલ દ્વારા સમગ્ર યોજનાનો પારદર્શી વહીવટ કરવામાં આવશે. આ પોર્ટલના માધ્યમથી કેન્દ્રિયકૃત રીતે શ્રમિકોને આવાસની જગ્યાની ફાળવણી કરવામાં આવશે.

શ્રમિક બસેરા યોજનાના ખાતમુહૂર્ત અને પોર્ટલ લોન્ચિંગ પ્રસંગે અમદાવાદના ધારાસભ્ય શ્રમ આયુક્ત અનુપમ આનંદ, જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવિણા ડી.કે., રોજગાર અને તાલીમ વિભાગના નિયામક સુશ્રી ગાર્ગી જૈન, એએમસી સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી સહિત કોર્પોરેશનના સત્તાધીશો, શહેરના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh