Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આસામીનું અપહરણ કરી ૬૧ લાખ પડાવી લેનાર આરોપી દબોચાયો

જુદા જુદા શહેરમાં નામ બદલાવી ફરતો હતોઃ

જામનગર તા. રરઃ જામનગરના એક આસામીને પાંચ વર્ષ પહેલાં વિશ્વાસમાં લઈ તેઓનું મોટરમાં અપહરણ કરી રૂ. ૬૧ લાખ ૭૦ હજાર પડાવી લેવાના કેસમાં સંડોવાયા પછી નાસી ગયેલા શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે મોરબીમાંથી દબોચી લીધો છે. આ શખ્સ પોતાનું નામ બદલાવી જુદા જુદા શહેરમાં ફરતો રહેતો હતો અને તેની સામે સાત વર્ષ પહેલા કેશોદમાં ડબલ મર્ડર સહિતનો ગુન્હો નોંધાયેલો છે.

જામનગરમાં વર્ષ ૨૦૧૯માં એક આસામીને વિશ્વાસમાં લઈ તેઓનું મોટરમાં અપહરણ કરી જુદા જુદા સ્થળે લઈ જઈ રૂ. ૬૧ લાખ ૭૦ હજાર પડાવી લેવા અંગે રાજકોટની હુડકો સોસાયટી નજીક રણુજાધામની શેરી નં.૩માં રહેતા લક્ષ્મણ ઉર્ફે લખન મેઘરાજભાઈ બઢા નામના ગઢવી શખ્સ સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો હતો. પોલીસે આઈપીસી ૧૨૦ (બી), ૪૦૬, ૪૨૦, ૩૬૫ હેઠળ ગુન્હો નોંધી આરોપીની શોધ શરૂ કરી હતી.

ત્યારપછી આ શખ્સ જુદા જુદા શહેરમાં અલગ અલગ નામ ધારણ કરી ફરતો રહેતો હતો. આ શખ્સ સામે વર્ષ ૨૦૧૭માં જુનાગઢના કેશોદમાં ડબલ મર્ડર, અપહરણ, કાવતરૂ ઘડવું, છેતરપિંડીનો ગુન્હો નોંધાયેલો હતો.

તે પછી આ શખ્સ વાંકાનેર, મોરબી તથા રાજકોટમાં આતિફ મહંમદભાઈ લાલાણી નામ ધારણ કરી ફરતો રહેતો હોવાનું પેરોલ ફર્લો સ્કવોડને બાતમીમાં જાણવા મળ્યું હતું. તે પછી સ્કવોડના પીએસઆઈ એમ.વી. ભાટીયાની સૂચનાથી ધસી ગયેલી પેરોલ ફર્લો સ્કવોડે મોરબીમાંથી આ શખ્સની અટકાયત કરી લીધી છે. તેનો કબજો સિટી સી ડિવિઝન પોલીસને સોંપાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh