Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારના ગ્રામ્ય પંથકનો એક બાળક રાજકોટમાં સારવાર હેઠળઃ
જામનગર તા. રરઃ જામનગર સહિત હાલારમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્રણેક દિવસ પહેલા એક શંકાસ્પદ બાળક દર્દીનું મૃત્યુ થયું હતું, જેનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો છે. બાકીના તમામના રિપોર્ટ નેગેટીવ મળ્યા છે.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. દરમિયાન ચારેક દિવસ પહેલા ખંભાળિયા પંથકના એક ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીનું જામનગરની હોસ્પિટલમાં ફક્ત ચારેક કલાકની સારવારમાં મૃત્યુ થયું હતું, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અન્ય ચાર દર્દી દાખલ છે, તેમનો રિપોર્ટ નેગેટીવ મળ્યો છે. તેમાંથી બે ઓક્સિજન અને બે વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના એક બાળ દર્દી રાજકોટની હોસ્પિટલમાં દાખલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial