Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા, પોરબંદર, જુનાગઢ જિલ્લામાં
ખંભાળીયા તા. રરઃ ગુજરાતના દ્વારકા પોરબંદર તથા જુનાગઢ જિલ્લામાં અનેક સ્થળે ૭ર કલાકમાં મોસમનો કુલ વરસાદ પડી ગયો હોય તેવી સ્થિતિમાં ખૂબ જ નુકસાન થયું હોય કોંગ્રેસ અગ્રણી તથા ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને તાકીદે સર્વે કરી સહાય-વળતર ચૂકવવા માંગણી કરાઈ છે.
આ ત્રણેય તાલુકાઓમાં ખેડૂતોના પાક ધોવાઈ જવા, ઘર વખરીને નુકસાન, પશુઓને ઈજાઓ, વેપારીઓની દુકાનો ગોડાઉનોમાં લાખોનો માલ પલળી જવો જેવું થયું છે. તથા માણાવદર, કેશોદ, વંથલી, માંગરોળ અને કુતિયાણા પંથકના ઘેડ તરીકે ઓળખાતા વિસ્તારના ૪૦ થી ૪પ ગામો ૭ર કલાકથી સંપર્ક વિહોણા તથા ર૦/રપ ગામો તો ટાપુઓમાં ફેરવાયાની સ્થિતિ છે ત્યારે ડબલ એન્જીન સરકાર તથા ગુજરાત માડેલ સામે પ્રશ્નો ઉઠ્યા છે!!
આધુનિક યુગ અને ભારત વિશ્વગુરૂ કહેવાય છે ત્યારે આવડી વિકસીત ટેકનોલોજીમાં ૭ર-૭ર કલાક સુધી ૪૦-૪પ ગામો સંપર્ક વિહોણાની સ્થિતિ ત્યાં કેવડું મોટું નુકસાન થયું હોય?
ઘેડ પંથકના ચોમાસાના આ કાયમી પ્રશ્નનો નિકાલ લાવવા તથા દ્વારકા, પોરબંદર, જુનાગઢ જિલ્લામાં વરસાદથી આ નુકસાનીનું સ્પેશ્યલ પેકેજ જાહેર કરવામાં આવે તેવી ૭ર કલાકમાં જાહેરાતની માંગ કરી ને નહીં તો લોકો - ખેડૂતો આ વિસ્તારના અસરગ્રસ્તો ગાંધી ચીંધ્યા માર્ગે લડત કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial