Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'નોબત'ની પ્રવાસી ટીમનો ગ્રાઉન્ડ રિપોર્ટઃ સોસાયટીઓ-સ્લમ વિસ્તાર જળમગ્નઃ આંખે દેખ્યો અહેવાલઃ
બે દિવસ પહેલા ૧પ ઈંચ જેટલા વરસેલા ભારે વરસાદ પછી મીઠાપુર અને સૂરજકરાડીનો સમગ્ર વિસ્તાર જળબંબાકાર થયો છે અને જાણે જળપ્રલય થયો હોય તેવા દૃશ્યો સર્જાયા હતાં. અનેક સોસાયટીઓ-સ્લમ વિસ્તાર અને અન્ય રહેણાંક વિસ્તારોમાં જળભરાવ અને દુકાનો-ઘરોમાં પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈગયું હતું. તદ્ન અડીને આવેલા મીઠાપુર અને સૂરજકરાડીમાં જળમગ્ન થયેલા આ વિસ્તારો સ્વયં જળપ્રલયની ગવાહી પૂરે છે. આ જલભરાવની આડઅસરમાં ઠેર-ઠેર કાદવ-કચીડ અને ભીના ઉકરડાના દૃશ્યો જોતા આ વિસ્તારમાં રોગચાળાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. 'નોબત'ની ટીમને રૂપેણ બંદર તથા મીઠાપુર-સૂરજકરાડીના પ્રવાસ દરમિયાન આ દૃશ્યો જોવા મળ્યા હતાં. તસ્વીરમાં ઝુપડપટ્ટી વિસ્તારોની દયનીય હાલત તથા પાણી ઘૂસી જતા થયેલું નુક્સાન પણ તાદૃશ્ય થાય છે, તો પાણીથી ઘેરાયેલા પશુધનની દયનીય હાલત પણ કરૂણા ઉપજાવે તેવી જણાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial