Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરમાં ચાર, જામનગરમાં ત્રણ, ભાણવડ-ખંભાળિયામાં એક-એક ઈંચ વરસાદઃ ગ્રામ્ય વિસ્તારોમાં શ્રીકાર વર્ષા

રણજીતસાગર છલકાયો, ઊંડ-સસોઈ સહિત અનેક ડેમો ભરપૂરઃ નદી-નાળા છલકાયાઃ દ્વારકા જિલ્લામાં હળવો વરસાદઃ અનેક સ્થળે જળભરાવ

જામનગર તા. રરઃ હાલાર પંથકમાં આજે સવારે પૂરા થતાં ર૪ કલાક દરમિયાન જામજોધપુરમાં ચાર, જામનગરમાં ત્રણ, કલ્યાણપુર અને ભાણવડમાં એક-એક ઈંચ વરસાદ થયો છે. અનેક જળાશયો ઓવરફ્લો થતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. જામનગરનું જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ છલકાઈ ગયો છે, તો સસોઈ ડેમ છલકવવાની તૈયારીમાં છે. એકંદરે પાણીનું ચીત્ર સારૂ થઈ ગયું છે.

જામનગર જિલ્લામાં ત્રણ તાલુકામાં હળવા વરસાદ પછી ગઈકાલે રવિવારે જામનગર શહેર ઉપરાંત જામજોધપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં બે કલાકમાં જામનગરમાં ત્રણ ઈંચ અને જામજોધપુરમાં ચાર કલાકમાં ૪ ઈંચ વરસી ગયો હતો તથા લાલપુરમાં ૧ ઈંચ અને જોડિયામાં અડધો ઈંચ થયો હતો. અન્ય ૩ તાલુકામાં ઝાપટા જ વરસ્યા હતાં. ગઈકાલે બપોર પછીથી આજે સવાર સુધી મેઘરાજાએ વિરામ રાખ્યો છે.

સતત વરસતા વરસાદના કારણે જિલ્લાના રપ માંથી ૧પ ડેમો છલકાઈ ગયા છે. શહેરની જીવાદોરીસમાન રણીતસાગર ડેમ ગઈકાલે બપોરે છલકાઈ જતા લોકોમાં ખુશી જોવા મળી હતી. આથી મ્યુનિ. કમિશનર, એસ.પી. વગેરે ડેમ સાઈટ ઉપર પહોંચ્યા હતાં. બીજી તરફ કેટલાક ડેમ ઓવરફ્લો થયા પછી પણ પાણીની આવક ચાલુ રહેતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતાં.

જામનગર જિલ્લામાં સતત બે-ત્રણ દિવસ સુધી મેઘમહેર થતા ચોતરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. શનિવારે બપોર પછી લાલપુરમાં ૧૦ મી.મી., જામનગરમાં ૬ મી.મી. અને જામજોધપુરમાં ૪ મી.મી. જેટલો હળવો વરસાદ થયો હતો. એ સિવાય મઘરાજાએ વિરામ રાખ્યો હતો.

આ પછી ગઈકાલે જામનગરમાં સાંજે ૪ થી ૬ એમ ફક્ત બે કલાકમાં અનરાધાર ૭૯ મી.મી. એટલે કે, ત્રણ ઈંચ વરસાદ થયો હતો. પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં, જ્યારે જામજોધપુરમાં પણ બપોરે ૧ર થી સાંજે ૪ એમ ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસી જતા ઠેર ઠેર પાણી ભરાયા હતાં. કેટલાક માર્ગો પાણી ભરાવવાના કારણે બંધ થઈ ગયા હતાં.

જ્યારે ગઈકાલે લાલપુરમાં ૧ ઈંચ, જોડિયામાં ૧૬ મી.મી. વરસાદ વરસ્યો હતો, જ્યારે કાલાવડ, ધ્રોળમાં ઝાપટા વરસ્યા હતાં.

સારા વરસેલા વરસાદના કારણે જિલ્લામાં ૧પ જેટલા ડેમો છલકાઈ જતા પીવાના અને સિંચાઈ માટેના પાણીની સમસ્યા મહત્તમ હલ થઈ ચૂકી છે, તો હાલ તો કેટલાક વાડી-ખેતરોમાં પાણી ભર્યા છે, પરંતુ પાણી સૂકાયા પછી ખેડૂતો પણ ખેતીકામમાં લાગી જશે.

ખાસ કરીને જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ છલકાઈ ગયો છે. ઉપરાંત ઊંડ-સસોઈ ડેમ પણ છલકાવવાની તૈયારીમાં છે. જામનગરનો પીવાના પાણીનો પ્રશ્નનો નિકાલ થઈ ગયો છે.

ગઈકાલે ઉપરવાસમાં થયેલ સારા વરસાદના કારણે ડેમો છલકાઈ જતા ફૂલઝર (કો.બા), ઉમિયા સાગર, રંગમતિ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતાં, જો કે ગઈકાલે અમુક ગામડામાં સારો વરસાદ થયો હોવાનું નોંધાયું છે. જેમાં વસઈમાં પ૩ મી.મી., લાખાબાવળમાં ૬૧ મી.મી., મોટી બાણુંગારમાં પ૦ મી.મી., ફલ્લામાં ૪૦ મી.મી., જામવણંથલીમાં રપ મી.મી., અલિયાબાડામાં પ૦ મી.મી., દરેડમાં ૯૦ મી.મી., બાલંભામાં રપ મી.મી., પીઠડમાં ૩૭ મી.મી., નિકાવામાં ર૦ મી.મી., નવાગામમાં ર૦ મી.મી., મોટા પાંચદેવડામાં ર૬ મી.મી., સમાણામાં પ૯ મી.મી., શેઠવડાળામાં ૬૬ મી.મી., જામવાડીમાં ૭ર મી.મી., ધુનડામાં ર૦ મી.મી., ધ્રાફામાં ૭૦ મી.મી., પીપરટોડામાં ૬૧ મી.મી., ભણગોરમાં ર૩ મી.મી., મોટા ખડબામાં ૩પ મી.મી. અને હરિપરમાં પ૪ મી.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે આજ સવારે ૬ થી ૧૦ એમ ચાર કલાકમાં એક માત્ર જામજોધપુરમાં ૬ મી.મી.નું હળવું ઝાપટું વરસ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારેય તાલુકામાં છેલ્લા ર૪ કલાકમાં હળવો વરસાદ નોંધાયો છે. જેમાં ખંભાળિયામાં એક ઈંચ, ભાણવડમાં ૧ ઈંચ, કલ્યાણપુરમાં અડધો ઈંચ વરસાદ થયો છે.

વરવાળામાં ધડાકા સાથે સબસ્ટેશન ધરાશાયી થતા વીજળી ગુલ

દ્વારકા નજીકના વરવાળા ગામમાં ૬૬ કેવી અને ૧૧ કેવીનું જેટકો કંપનીનું વીજ સબસ્ટેશન ધડાકા સાથે ધરાશાયી થતા ૧૭ થી ૧૮ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ખાસ કરીને વરવાળા, શિવરાજપુર અને ભિમરાણામાં વધુ વસતિ હોવાથી તેની તકલીફ વધુ જોવા મળી હતી. દ્વારકા તાલુકાના ૪ર ગામમાંથી અડધા ગામોમાં વીજળી ગુલ થઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh