Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાળા-કોલેજોમાં રજા જાહેરઃ મુંબઈમાં મેઘાવી માહોલઃ
મુંબઈ તા. રરઃ મુંબઈમાં મેઘો ધોધમાર વરસી રહ્યો છે. અનેક જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.
મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ મનમૂકીને વરસી રહ્યો છે. રવિવારે મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. આજે પણ તેવી જ સ્થિતિ છે. અનેક જગ્યાએ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે અનેક ઘરો પાણીમાં ડૂબી ગયા છે. સોમવારે પણ ભારે વરસાદની સંભાવનાને જોતા સરકારે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. ભારે વરસાદની સંભાવનાને જોતા ઘણાં જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર સીએમ એકનાથસિંદેએ મહારાષ્ટ્રના ઘણાં ભાગોમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને અધિકારીઓને 'હાઈ એલર્ટ' પર રહેવા જણાવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વિદર્ભના ભંડારા નાગપુર, ગોંદિયા, ગઢચિરોલી, ચંદ્રપુર, વાશિમ અને અમરાવતીમાં મુશળધાર વરસાદની સંભાવના છે. આ કારણોસર આઈએમડી એ આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની ચેતવણી પછી ઘંડારા અને નાગપુર સહિત અનેક જિલ્લાઓની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના વિવિધ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી શરૂ થયેલા વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હવામાન વિભાગ દ્વારા સોમવારે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ભંડારા કલેક્ટર યોગેશ કુંભેજકરે રર જુલાઈ સોમવારના જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, આંગણવાડીઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ આદેશો રવિવારે સાંજે જાહેર કરાયા હતાં. પ્રાદેશિક હવામાન વિભાગની રેડ એલર્ટની પૂર્વ સૂચનાના આધારે જિલ્લાના સંબંધિત વિસ્તારોમાં સ્થાનિક પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી કલેક્ટરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ રજા જાહેર કરી છે.
હવામાન વિભાગે મરાઠાવાડાના છત્રપતિ સંભાજીનગર, જાલના, બીડ અને પરભણી જિલ્લામાં પણ વરસાદની આગાહી કરી છે. રત્નાગીરીમાં પણ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આઈએમડી એ આગામી ચારથી પાંચ દિવસ સુધી કોંકણના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ અને ઉત્તર મહારાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. નાસિક, નંદુરબાર, ધુલે, જલગાંવ જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સાતારા, સાંગલી અને કોલ્હાપુર જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial