Advertisement
Author: નોબત સમાચાર

રણજીતસાગરનો છલકાતો ધોધ જોવા રવિવારે ઉમટ્યા નગરજનોઃ નયનરમ્ય નજારોઃ ટ્રાફિક જામ

હિલોળા લેતો સાગર અદ્ભુત! સોળે કલાએ ખીલી ઊઠી કુદરત

આ વર્ષે ચોમાસામાં જામનગર શહેરને મેઘરાજાએ ગઇકાલ સુધી તરસાવી રાખ્યું હતુ એમ કહી શકાય. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તથા જામનગરનાં પણ અન્ય તાલુકાઓમાં ભારે વરસાદ થયો હતો પરંતુ શહેરમાં નોંધપાત્ર વરસાદ થયો ન હતો ત્યારે ગઇકાલે ગુરૂપૂર્ણિમાનાં પાવન દિને મેઘરાજાએ જાણે મેણું ભાંગ્યું હોય એ રીતે શહેરમાં ધોધમાલ વ્હાલ વરસાવ્યું હતું. બે કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરમાં અનેક જગ્યાએ જલભરાવની સ્થિતિ જોવા મળી હતી. ઉપરાંત શહેરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ પણ ઓવરફલો થતા રવિવારની રજાને પ્રકૃતિનાં સાંનિધ્યમાં ઉજવવા માટે સહેલાણીઓનો પ્રવાહ રણજીતસાગર તરફ જોવા મળ્યો હતો. કમિશ્નર ડી.એન.મોદી તથા એસ.પી. પ્રેમસુખ ડેલુએ પણ ડેમની મુલાકાત લીધી હતી. હજારો સહેલાણીઓએ રણજીતસાગરની મુલાકાત લઇ ઓવરફલો ડેમનાં ધોધનો આહ્લાદક નજારો રૂબરૂ માણ્યો હતો.રાતનાં વરસાદમાં વિરામ પછી શહેરમાં આજે સવારે ૧૧ કલાક પછી ફરીથી વરસાદે તોફાની રૂપમાં હાજરી પુરાવી હતી. જામનગર શહેરની જીવાદોરી રણજીતસાગર છલકાઇ ગયો છે અને રણમલ તળાવમાં પણ કેનાલ વડે નવા નીરની આવક થઇ રહી છે ત્યારે મેઘરાજાએ વર્ષા ઋતુનાં આરંભે જ શહેરનાં પીવાનાં પાણીનો પ્રશ્ન હલ કરી નાંખ્યો છે એમ કરી શકાય.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh