Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના પોશીત્રાની ચોતરફ પાણી ભરાતા લોકોની દયાજનક સ્થિતિઃ કાયમી ઉકેલ જરૂરી

દર વર્ષે આવી જ દશા થાય છેઃ ગ્રામજનો

ખંભાળીયા તા. રરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તથા નજીકના વિસ્તારોમાં હાલના વરસાદી મોસમમાં ૩૬ કલાકમાં રર ઈંચ જેટલો ભારે વરસાદ પડતા અનેક ગામોમાં આવવા-જવાના રસ્તા પરના કોઝ-વે પર મોટા પ્રમાણમાં પાણી ફરી વળતા લોકોની સ્થિતિ દયાજનક થતાં ફરિયાદો ઉઠી હતી.

દ્વારકા પાસેના પોસીત્રા ગામ ફરતા વરસાદી પૂર તથા દરિયાના પાણી ફરી વળતા ત્યાંથી લોકોને ઈમરજન્સીમાં કે મેડીકલ માટે પણ દ્વારકા ના જઈ શકાય તેવી સ્થિતિ થતાં લોકોમાં તંત્ર પાસે આ અંગે કાયમી ઉકેલ માટે માંગ ઉઠી હતી.

પોસીત્રાથી દ્વારકા તરફ જતાં રસ્તા પર કોઝ-વે તથા નીચાણવાળા પૂલ આવેલા હોય ભારે વરસાદ થતાં કલાકો સુધી આ રોડ પર ૩-૪ ફૂટથી વધુ પાણી ભરાઈ જતાં હોય સ્થાનિક લોકો-આગેવાનોએ પ્રતિ વર્ષે આવું જ થતું હોય કાયમી નિકાલની માંગ કરીને પૂલ ઉંચા કરવા માંગ કરાઈ છે. અહીં કલાકો સુધી બંને તરફ વાહનો અટવાઈ જતાં હોય ઈમરજન્સીમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થાય છે.

દ્વારકા જિલ્લાના ભાણવડના રાણપરડા, કલ્યાણપુરના બતડીયા, ખંભાળીયાના ગોઈંજ સહિતના ગામોમાં પણ રસ્તા પર પાણી ફરી વળતા આવી જ સ્થિતિ સર્જાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh