Advertisement
Author: નોબત સમાચાર

પ્રથમ સામૂદાયિક વન બનાવવાનો પ્રારંભ

જેડબ્લ્યુ દ્વારા અમદાવાદમાં પ્રહલાદનગરમાં

અમદાવાદ તા.  રરઃ આપણા શહેરને હરિયાળુ અને આબોહવા સામેની લડાઈમાં મદદ માટેનું એક ઉમદા કાર્ય આ પહેલા કંપનીની નવી સીએસઆર શાખા જેડઅર્થ દ્વારા કરાય છે. આ વનની અંદર વિવિધ સ્થાનિક પ્રજાતિઓ તેમજ આકારોના બે હજારો છોડનો સમાવેશ કરવામાં આવશે. ર૦૦ વધુ મોટા વૃક્ષો હશે. જે છાયડો આપવા માટે ઉગાડવામાં આવશે. પ૦૦ વધારે મધ્યમ કદના વૃક્ષો અને ૧૦૦૦ વધુ નાના છોડ ઝાડીઓનું આ વન બનશે. જે ત્રણ સ્તરનું હશે. અમારૂ લક્ષ્ય ઉપલબ્ધ જમીનના ૮૦ ટકા ભાગમાં ઘટાટોપ વન, જેમાં બાળકો માટેનો વિસ્તાર, લિલી તળાવ, શહેરી ખેતી, દરિયાઈ જગ્યાઓ, મધમાખી અને પતંગીયા વગેરેથી ઘેરાયેલું હશે. દરેક વૃક્ષને એક બાળક દ્વારા દત્તક લેવામાં આવશે. જેમાં તેના હાથની છાપ, નામ અને દત્તક લીધાની તારીખ કોતરવામાં આવશે.

જેડબ્લ્યુના એક્ઝિક્યુટીવ ડાયરેકટર શાંભવ ચૌહાણે જણાવ્યું હતું કે અમારો ધ્યેય સમૃદ્ધ ઈકોસિસ્ટમ બનાવવાનું છે. તેમજ પર્યાવરણ સંરક્ષણની પ્રેરણા આપવાનું છે.

ગયા વર્ષે જેડઅર્થ દ્વારા ગાંધીનગર પાસે ત્રણ તળાવોને પુનર્જીવીત કરવાની પહેલ કરી હતી અને ભૂર્ગભ જળ રીચાર્જ કરવા અને નિરાકરણ માટે ખભાળ કૂવો બનાવ્યો હતો. જેડઅર્થ પર્યાવરણીય મુદઓ તરફ કામ કરવામાં માટે સમર્પિત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh