Advertisement
Author: નોબત સમાચાર

ઓખાના દરિયામાં શઢવાળી હોડીઓની ૪૩મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સપર્ધા યોજાઈ

ર૦ નોટિકલ માઈલની સ્પર્ધામાં ૩૬ સ્પર્ધકો જોડાયાઃ

દ્વારકા તા. ૧રઃ ઓખાના દરિયા      માં ૪૩ મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પરંપરાગત શઢવાળી હોડીઓની સ્પર્ધામાં ૩૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વિજેતા સ્પર્ધકને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા અને સુરતના સહયોગથી દરિયાઈ સાહસિક યુવાનોને બિરદાવવા માટે ઓખામાં ૪૩ મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં જુદા જુદા આકાર-પ્રકારની શઢવાળી હોડીઓ આ સ્પર્ધામાં જોડાઈ હતી સ્પર્ધામાં ર૦ નોટિકલ માઈલનું અંતર કાપવાનું હતું.

૩૬ જેટલી શઢવાળી હોડીઓના સંચાલકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર હોડી ચાલકને દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પટેલના હસ્તે એક હોડીનું સ્મૃતિચિહન સાથેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. રમત ગમત વિભાગ તથા જિલ્લા પોલીસ પ્રશાસનના સંયુકત ઉપક્રમે સહસિકોનો જુસ્સો વધારવામાં આવ્યો હતો.

આ સ્પર્ધાના માધ્યમથી દરિયાઈ સુરક્ષાને લગતી મહત્ત્વની કાયદાકીય બાબતો અંગે સૂચનો હોડીના શઢ ઉપર પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં. આ તકે સ્થાનિક માછીમારો, આગેવાનો તેમજ સ્પર્ધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh