Advertisement
Author: નોબત સમાચાર

ફાર્મા સેક્ટર માટે યુનિફોર્મ કોડ જાહેરઃ કંપનીઓ ડોક્ટોરોને ઓફર્સ કે ભેટ નહીં આપી શકે

સેમિનાર, કોન્ફરન્સ, વિદેશ પ્રવાસ, ફાઈવ-સ્ટાર-લક્ઝરિયસ ઓફર્સ આપવા પર પ્રતિબંધ

નવી દિલ્હી તા. ૧૩ઃ સરકારે ફાર્મા સેક્ટર માટે યુનિફોર્મ કોડ જાહેર કર્યો છે, તે મુજબ ફાર્મા કંપનીઓ કોઈપણ કોન્ફરન્સ કે સેમિનારના નામે ડોક્ટરોને વિદેશ પ્રવાસની ઓફર કરી શકશે નહીં. તદુપરાંત ફાઈવ સ્ટાર હોટલમાં રહેવા, મોંઘા ભોજન અને રિસોર્ટ જેવી લક્ઝરિયસ ઓફર્સ પણ આપી શકશે નહીં.

કેન્દ્ર સરકારે ડોક્ટરોને ફ્રી ગિફ્ટ આપતી ફાર્માસ્યુટિકલ કંપનીઓ સામે કડક નિર્ણય લીધો છે. સરકારે યુનિફોર્મ કોડ ફોર ફાર્માસ્યુટિકલ માર્કેટીંગને સૂચિત કર્યું, જેના હેઠળ કોઈપણ ફાર્મા કંપની અથવા તેના એજન્ટ કોઈપણ ડોક્ટર અથવા તેના પરિવારના સભ્યોને કોઈ ભેટ આપશે નહીં. આ ઉપરાંત વિદેશ પ્રવાસનો પ્રસ્તાવ મૂકવો પણ ગુનાની શ્રેણીમાં આવશે.

દેશના તમામ ફાર્માસ્યુટિકલ એસો.ને લખેલા પત્રમાં, કેન્દ્રિય રસાયણ અને ખાતર મંત્રાલયના સંયુક્ત સચિવ રવિન્દ્ર પ્રતાપસિંહે કહ્યું છે કે, તમામ એસો.ને એક નૈતિક સમિતિની રચના કરવી પડશે અને તેમના પર યુસીપીએમપી પોર્ટલનો પણ ઉલ્લેખ કરવો પડશે. સત્તાવાર વેબસાઈટ તેમજ યુનિફોર્મ કોડનું પાલન કરવાનું રહેશે.

ઉલ્લેખનિય છે કે, વર્ષ ર૦રર માં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે ડોક્ટરો પર ડોલો-૬પ૦ ટેબલેટ લખવા માટે ૧,૦૦૦ કરોડ રૂપિયાની મફત ભેટ આપવાનો આરોપ લગાવ્યો હતો. આ કારણે યુનિફોર્મ કોડ બનાવવાની માંગ ઊઠવા લાગી, સરકારે ર૦૧૪ માં યુસીપીએમપી સંબંધિત માર્ગદર્શિકા જારી કરી હતી, પરંતુ તે કાયદાકીય રીતે બંધનકર્તા ન હતાં.

નવા કોડ હેઠળ જો ડોક્ટરો અનૈતિક રીતે ડ્રગ બ્રાન્ડ્સને પ્રોત્સાહન આપવા માટે દોષિત ઠરશે, તો ફાર્મા કંપનીઓ સામે તે જ દંડાત્મક પગલાં લેવામાં આવશે જે લાંચ કે સંબંધિત કેસોમાં કરવામાં આવે છે. નોટિફાઈડ કોડમાં લખવામાં આવ્યું છે કે, ફાર્મા કંપનીઓ કોઈપત કોન્ફરન્સ કે સેમિનારના નામે ડોક્ટરોને વિદેશ પ્રવાસની ઓફર કરી શકશે નહીં. આટલું જ નહિં, ફાઈવ સ્ટાર હોટલમાં રહેવા, મોંઘા ભોજન અને રિસોર્ટ જેવી લક્ઝરિયસ ઓફર્સ પણ આપવામાં આવશે નહીં.

આ સંહિતા રોકડ અથવા નાણાકીય અનુદાનની ચૂકવણીને પણ પ્રતિબંધિત કરે છે. આ સંહિતા સ્પષ્ટ કરે છે કે દવાઓના મફત નમૂનાઓ એવી કોઈ વ્યક્તિને આપવામાં આવશે નહીં કે જે આવી પ્રોડક્ટ લખવા માટે લાયક નથી. કંપનીએ દરેક પ્રોડક્ટનું નામ, ડોક્ટરનું નામ, પૂરા પાડવામાં આવેલ નમૂનાઓની માત્રા, મફત નમૂનાના સપ્લાયની તારીખ જેવી વિગતો પ્રદાન કરવાની રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh