Advertisement
Author: નોબત સમાચાર

પોષણ પખવાડિયા ઉજવણીની સમીક્ષા બેઠક

જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં

જામનગર તા. ૧૩ઃ કેન્દ્ર સરકારના માર્ગદર્શન તળે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં તા. ૯ થી ર૩ માર્ચ ર૦ર૪ સુધી છઠ્ઠા પોષણ પખવાડિયાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. ૮ માર્ચ વર્ષ ર૦૧૮ ના રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેના ઉપલક્ષે જામનગર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતમાં પોષણ પખવાડિયા ઉજવણી વર્ષ ર૦ર૪ ની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

ચાલુ વર્ષે ર૦ર૪ માં સહી પોષણ, દેશ રોશન અને પોષણ ભી, પઢાઈ ભી- આ થીમ આધારિત જિલ્લાની આંગણવાડીઓમાં બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત અને પોષણક્ષમ આહાર બાળકોને મળે તે માટે વિવિધ પ્રયત્નો હાથ ધરાશે. સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને નવજાત બાળકોનું સમયસર રસિકરણ થાય, બાળકોને પોષણક્ષમ આહાર હળે, આંગણવાડીઓમાં વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકો સક્રિય રીતે ભાગ લે, મીલેટ્સ વાનગી સ્પર્ધા, બાળકો માટે મીલેટ્સ વાનગીનો રસોઈ શો, વાલીઓ માટે હોમ વિઝિટ, સગર્ભા માતાઓનું કાઉન્સેલિંગ કરવું, સ્તનપાન વિષે જાગૃતિ, યોગ સેમિનારનું આયોજન, સોશિયલ મીડિયા થકી બહોળી પ્રચાર-પ્રસાર, ગ્રામ્ય વિસ્તારોમાં લોક માધ્યમોનો મહત્તમ ઉપયોગ વધારો, એનિમિયા નાબૂદી તેમજ અન્ય જરૂરી મુદ્દાઓની સમિતિના સદસ્યો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ સમિતિના સદસ્યોને કામગીરી સુચારૂરૂપે થાય તે માટે જરૂરી સૂચનો આપ્યા હતાં.

બેઠકના અંતે ઉપસ્થિત સર્વેએ પોષણ જાગૃતિ અંગે શપથ ગ્રહણ કર્યા હતાં. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર બિનલ સુથાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા, ડી.પી.સી. ખારેચા, તમામ તાલુકાના સી.ડી.પી.ઓ., જિલ્લા શિક્ષણાધિકારી બી.એન. વીડજા, બી.એન. મહેતા તેમજ સમિતિના અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh