Advertisement
Author: નોબત સમાચાર

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર રોડની સાઈડમાં ઝાડ સાથે બાઈક ટકરાતા સૂર્યપરાના યુવાનનું મોત

નીલ ગાયની ઢીંકે નેવીના કર્મચારીનું મૃત્યુઃ શ્વાન આડું ઉતરતા રિક્ષાનું ગોથુંઃ એકનું મૃત્યુઃ

જામનગર તા. ૧૩ઃ જામજોધપુરના શેઠવડાળા ગામના એક યુવાન જે રિક્ષામાં સોમવારે જઈ રહ્યા હતા તે રિક્ષા આડે કૂતરૃં ઉતરતા અકસ્માત સર્જાયો હતો. તેમાં ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. નૌસેનાના વિસ્તારમાં ગઈકાલે સવારે એક કર્મચારીને નીલ ગાયે ઢીંક મારતા આ કર્મચારીનું પેટ-માથામાં ઈજા થવાથી મૃત્યુ થયું છે. તે ઉપરાંત જામનગર, કાલાવડ ધોરીમાર્ગ પર સૂર્યપરા ગામના એક યુવાનને બાઈક અકસ્માતમાં માથામાં ઝાડનું થડ વાગી જતાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. અકસ્માતના  ત્રણેય બનાવની તપાસ આરંભાઈ છે.

જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામના ધનજીભાઈ ઉર્ફે ચિરાગભાઈ કરશનભાઈ ચાવડા (ઉ.વ.૩૦) નામના યુવાન સોમવારે બપોરે પોતાના ગામથી ભોજાબેડી ગામ તરફ રિક્ષામાં જઈ રહ્યા હતા. તેઓ જ્યારે ભોજાબેડી નજીક ૬૬ કેવી સબ સ્ટેશન પાસે પહોંચ્યા ત્યારે અચાનક જ એક શ્વાન દોડીને આડુ ઉતરતા ધનજીભાઈની રિક્ષા ગોથું મારી ગઈ હતી. આ અકસ્માતમાં બંને પગ સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા પામેલા આ યુવાનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મોડી રાત્રે મૃત્યુ નિપજ્યાનું મોટાભાઈ કેતન ચાવડાએ પોલીસમાં જાહેર કર્યું છે.

જામનગરના બેડી વિસ્તાર નજીક નૌસેનાના એરિયામાં રહેતા અને નેવીમાં નોકરી કરતા હર્ષીય પ્રસન્ના (ઉ.વ.૨૩) નામના કર્મચારીને ગઈકાલે સવારે નીલ ગાયે પેટમાં શીંગડું માર્યું હતું. પછડાયેલા હર્ષીય પ્રસન્નાને પેટ તથા માથામાં ઈજા થઈ હતી. આ યુવાનનું મૃત્યુ થયંુ છે. નૌસેનાના અન્ય કર્મચારી મધુરેશ અમરકુમાર પાંડેએ પોલીસને જાણ કરી છે.

જામનગર તાલુકાના સૂર્યપરા ગામમાં રહેતા હરસુખભાઈ ખીમજીભાઈ રંગાણી (ઉ.વ.૪૬) નામના યુવાન સોમવારે સાંજે જીજે-૧૦-સીએલ ૭૪૭૮ નંબરના બાઈકમાં સૂર્યપરાથી જામનગર તરફ આવવા નીકળ્યા હતા. તેઓ જ્યારે કાલાવડ રોડ પર સમ્રાટ હોટલ પાસે પહોંચ્યા ત્યારે કોઈ રીતે બાઈક પરનો કાબૂ ગૂમાવી દેવાતા સર્પાકારે દોડેલું બાઈક રોડની સાઈડમાં અડધા વળેલા ઝાડ સાથે ટકરાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં ઝાડનું થડ કપાળ સાથે અથડાતા ઈજા પામેલા હરસુખભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના જામનગરના પંચાયતનગર સામે રહેતા પુત્ર નિરજ રંગાણીએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh