Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કચ્છમાંથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરી ભરાણા જવા રોડ ક્રોસ કરતી વેળા અકસ્માતઃ
ખંભાળિયા તા. ૧૩ઃ જામનગર-ખંભાળિયા માર્ગ પર કજુરડા ગામના પાટિયા પાસે આજે સવારે રોડ ક્રોસ કરી રહેલા ભરાણા ગામના માતા, પુત્રીને પુરપાટ ઝડપે આવેલી મોટરે ઠોકરે ચઢાવ્યા હતા. ગંભીર ઈજા પામેલા માતા, પુત્રીના મૃત્યુ નિપજ્યા છે. તેઓ કચ્છમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાંથી પરત આવતા હતા ત્યારે તેઓ ઘેર પહોંચે તે પહેલાં માર્ગમાં કાળનો ભેટો થયો હતો. આ બનાવે રાજપૂત સમાજમાં ગમગીની પ્રસરાવી દીધી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર ઝાખર ગામના પાટિયાથી આગળ આવેલા કજુરડા ગામના પાટિયા નજીક આજે સવારે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ભરાણા ગામના હીનાબા સિદ્ધરાજસિંહ જાડેજા (ઉ.વ.૩ર) તથા તેમના પુત્રી કૃપાબા (ઉ.વ.૯)ના મૃત્યુ નિપજ્યા છે.
આ અકસ્માતની વધુ વિગત મુજબ ભરાણા ગામના સિદ્ધરાજસિંહ જાડેજાના પત્ની હીનાબા તથા પુત્રી કૃપાબા કચ્છમાં તેમના પરિવારમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં ભાગ લેવા માટે ગયા હતા. આ માતા-પુત્રી ત્યાંથી લગ્નપ્રસંગ પૂર્ણ કરી ભરાણા આવવા માટે રવાના થયા હતા.તેઓ જે બસમાં આવ્યા તેમાંથી કજુરડા ગામના પાટિય પાસે ઉતર્યા ત્યારે તેમની સાથે અન્ય દસેક વ્યક્તિઓ પણ ઉતર્યા હતા. તેઓ ભરાણા જવા માટે રોડ ક્રોસ કરતા હતા.
આ વેળાએ જીજે-૧૦-સીજી ૬૮૭૧ નંબરની ડેટસન કંપનીની મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી. તેના ચાલકે હીનાબા તથા કૃપાબાને હડફેટે લઈ ફંગોળી દીધા હતા.
રોડ પર ફેંકાઈ ગયેલા માતા, પુત્રીને થયેલી ગંભીર ઈજાના કારણે તેઓને ખંભાળિયાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંને માતા, પુત્રીના મૃત્યુ નિપજ્યા છે. બનાવની જાણ થતાં ભરાણા ગામમાંથી તેમના સંબંધીઓ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા.
ગયા સપ્તાહે લગ્નપ્રસંગમાં ભાગ લેવા માટે ખંભાળિયા તાલુકાના ભરાણા ગામના આ માતા-પુત્રી હર્ષાેલ્લાસ સાથે નીકળ્યા હતા અને ત્યાંથી આજે સવારે પરત આવ્યા પછી કજુરડા પાસે વાહન અકસ્માતમાં મોતને શરણ થતાં ભરાણા તથા કજુરડા ગામમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક હીનાબાના પતિ સિદ્ધરાજસિંહ ખેડૂત હોવાનું અને સંતાનમાં તેઓને અન્ય એક પુત્ર પણ છે. બનાવની જાણ થતાં ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભીમશીભાઈ આહિર સહિતના પોલીસ સ્ટાફે હોસ્પિટલ દોડી જઈ પીએમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial