Advertisement
Author: નોબત સમાચાર

જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવાના કેસમાં આગોતરા જામીન મંજૂર

વિભાપરમાં બન્યો હતો બનાવઃ

જામનગર તા. ૧૩ઃ જામનગરના વિભાપર ગામના ત્રણ મહિલા સામે જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ કરાઈ હતી. તેમાંથી એક મહિલાએ આગોતરા જામીન મેળવવા હાઈકોર્ટમાં કરેલી અરજી મંજૂર રાખવામાં આવી છે.

જામનગર નજીકના વિભા૫રમાં પાયલબેન પટેલ નામના મહિલાના ઘેર યોજાયેલા ગોયણી જમણમાં પૂજાબેન મનિષભાઈ મકવાણા નામના મહિલની બે પુત્રી પ્રસાદ લેવા ગઈ ત્યારે તે બાળકીઓને અલગ બેસાડાઈ હતી.

તે પછી પૂજાબેન કહેવા જતાં પાયલબેન અને અન્ય બે મહિલાએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. આ ગુન્હામાં આગોતરા જામીન મેળવવા પાયલબેન મહેન્દ્રભાઈ કપુરીયાએ હાઈકોર્ટમાં અરજી કરતા અદાલતે તેઓને રૂ.૧૦ હજારના આગોતરા જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ હસમુખ મોલીયા, પ્રવીણ ગોંડલીયા, કૌશિક ગધેથરીયા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh