Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુત્રએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૧૩ઃ જામનગરના વંડાફળી વિસ્તારમાં રહેતા એક કોળી પ્રૌઢે પોતાનો કામધંધો બરાબર ચાલતો ન હોવાના ટેન્શનમાં ગઈકાલે નાગેશ્વર કોલોનીમાં જઈ પોતાના ભાડાના જૂના મકાનમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેઓનું મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલી વંડાફળીમાં વસવાટ કરતા અને કેટરીંગના વ્યવસાય સાથે સંકળાયેલા પંકજભાઈ બારીયાના પિતા ભરતભાઈ વિરજીભાઈ બારીયા (ઉ.વ.૫૩)નો કામધંધો થોડા સમયથી બરાબર ચાલતો ન હોવાના કારણે ભરતભાઈ સતત ચિંતા કરતા હતા.
આ પ્રૌઢે નાગેશ્વરમાં ઢોલીયા પીરની દરગાહ નજીક ગરબી ચોક પાસે આવેલા ભાડાના જૂના મકાને ગઈકાલે સાંજે પહોંચીને ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં ભરતભાઈને નીચે ઉતારી સારવાર માટે ૧૦૮ મારફતે જી.જી. હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ કરાઈ હતી.
દોડી આવેલી એમ્બ્યુ લન્સના સ્ટાફે ભરતભાઈને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા પંકજભાઈએ પોલીસને જાણ કરી છે. પીએસઆઈ એ.એસ. ચોવટે પુત્રનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial